ટાઇગર શ્રોફ કેસના શૂટરે બાઇક ટેક્સી રાઇડર બની રેકી કરી હતી

ટાઇગર શ્રોફ કેસના શૂટરે બાઇક ટેક્સી રાઇડર બની રેકી કરી હતી

મુંબઈ,

મુંબઈ પોલીસની તપાસમાં મોટો ખુલાસો; રૈપિડો કંપનીએ આરોપી અંગે સ્પષ્ટતા કરી

ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસની તપાસમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ હુમલામાં સંડોવાયેલા એક મુખ્ય શૂટરે અભિનેતાની રેકી કરવા માટે અગાઉ બાઇક-ટેક્સી સર્વિસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસ મુજબ, બિહારના બેગુસરાઈનો રહેવાસી અને આ કેસનો આરોપી હ્રતિક કુમાર ઉર્ફે રોશન ફાઇટર રૈપિડો પ્લેટફોર્મ પર રાઇડર તરીકે સક્રિય રહીને અભિનેતાના નિવાસસ્થાન અને તેની આસપાસના વિસ્તારોની લાંબા સમયથી રેકી કરી રહ્યો હોવાની શંકા છે.

આ મામલો સામે આવ્યા બાદ બાઇક-ટેક્સી કંપની રૈપિડો દ્વારા પણ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે સંબંધિત આરોપી ૧૪ ઓક્ટોબરથી તેમના પ્લેટફોર્મ પર કેપ્ટન કે રાઇડર તરીકે સક્રિય નહોતો. જોકે, ઘટનાના દિવસે તેણે ગ્રાહક તરીકે આ સેવાઓનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ હુમલા પાછળના મુખ્ય ષડયંત્રનો પર્દાફાશ કરવા સઘન તપાસ ચલાવી રહી છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો