મહુડીમાં કાળી ચૌદશે ઘંટાકર્ણવીર દાદાના મહાહવનનું અનોખું મહાત્મ્ય Nov 06, 2026 રાજકોટ,દેશ-વિદેશથી ઉમટશે જૈન-જૈનેતર ભક્તો, પવિત્ર હવનમાં જોડાવા ભારે ઉત્સાહકાળી ચૌદશના પાવન અવસરે ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે જૈન શાસન રક્ષક વીર શ્રી ઘંટાકર્ણવીર દાદાના વાર્ષિક મહાહવનનું અનોખું અને વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશના દિવસે આયોજિત આ પવિત્ર હવનમાં ભાગ લેવા અને દાદાના દર્શન-પૂજન કરવા માટે દેશ તેમજ દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં જૈન અને જૈનેતર શ્રદ્ધાળુઓ મહુડી ધામ ખાતે આવી પહોંચશે.મહુડી ધામ ખાતે કાળી ચૌદશે યોજાતા આ મહાહવનમાં દર્શન અને પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી દ્રઢ શ્રદ્ધા અને લોકમાન્યતા છે. દાદા ઘંટાકર્ણવીરના આ ધાર્મિક મહોત્સવને લઈને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા અને સુચારુ દર્શન વ્યવસ્થા સહિતની વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.