મુંબઈમાં બિગ બીનો બંગલો, હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવવાની ધમકી

મુંબઈમાં બિગ બીનો બંગલો, હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવવાની ધમકી

મુંબઈ,

ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, હાઈ-પ્રોફાઈલ સ્થળો પર તપાસ 

બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ગંભીર ધમકીભર્યા ઈમેલમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પ્રખ્યાત જુહુ સ્થિત બંગલો 'જલસા', બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને વર્લી રેસકોર્સ જેવા અતિ-સંવેદનશીલ તેમજ હાઈ-પ્રોફાઈલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે.

આવો સંદેશ મળતાં જ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. સંબંધિત તમામ સ્થળો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાઈબર સેલની મદદથી આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સનું આઈપી એડ્રેસ અને લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.