ટ્રમ્પ પ્રશાસને H- 1B વિઝા પર એક લાખ ડોલરની ફી વસૂલવાના આદેશને એક વર્ષ લંબાવ્યો

ટ્રમ્પ પ્રશાસને H- 1B વિઝા પર એક લાખ ડોલરની ફી વસૂલવાના આદેશને એક વર્ષ લંબાવ્યો

નવી દિલ્હી,

નોકરી ઇચ્છુક ભારતીય પ્રોફેશનલોની મુશ્કેલીમાં વધારો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વિઝાને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે.

અમેરિકામાં H-1B વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર 1,00,000 ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે.

H-1B એ અમેરિકાનો એક એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે.

ટ્રમ્પ પ્રશાસને 2025માં H-1B વિઝા માટે 1,00,000 ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે 2000થી 5000 ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી 1 લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી.

નવા આદેશમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ અને આઉટસોર્સિંગ ફર્મો H-1B વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહી છે. વ્હાઇટ હાઉસના દાવા મુજબ, H-1B વિઝા ધારકોને સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓની તુલનામાં વાર્ષિક 9000થી 20,000 ડૉલર સુધીનું ઓછું વેતન આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 2022થી 2026 વચ્ચે ટેક સેક્ટરમાં 8 લાખથી 13 લાખ અમેરિકન કર્મચારીઓની છટણી થઈ છે જ્યારે કંપનીઓએ મોટી સંખ્યામાં H-1B કર્મચારીઓ માટે અરજી કરી છે.

ઉદ્યોગ જગતનું માનવું છે કે અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં કુશળ વિશેષજ્ઞોની અછત છે અને આ વિઝા કંપનીઓને જરૂરી પ્રતિભા મેળવવામાં મદદ કરે છે. પરંતુ આ મોંઘી ફી અને કડક નિયમોના કારણે વિદેશથી કર્મચારી લાવવાનું ખર્ચાળ બનશે, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. આ પડકારોને જોતાં કેટલીક મોટી ટેક કંપનીઓ પહેલેથી જ ભારતમાં પોતાનું કામ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો