સ્કુલ કઈ શ્રેષ્ઠ ? મીડિયમ કયું શ્રેષ્ઠ માતૃભાષી કે ઈંગ્લીશ ? Jan 22, 2026 ભારતના અલગ -અલગ રાજયોમાં ભિન્ન-ભિન્ન ભાષા અને બોલીનો ઉપયોગ થાય છે. દેશના તમામ રાજ્યોમાં જન્મ લેતાં પ્રત્યેક બાળકના જન્મની સાથે માતા-પિતા માટે ઉછેરને લગતાં બીજા નાનામોટાં મુદ્દાઓ સાથે સંતાનોનો અભ્યાસ કઈ સ્કૂલ અને પ્રમુખ ભાષા એટલે કે કયા મીડીયમમાં ભણવા માટે મુકવા તે એક સૌથી મહત્વનો મુદ્દો બન્યો છે. પરિવારના તમાય સભ્યો સ્કુલની તથા મીડીયમની પસંદગીમાં શરૂઆતથી જ એકમત હોય તેવા કિસ્સા ઓછા જોવા મળે છે. એકવીસમી સદીના ત્રીજા દશકમાં ઝેન-ઝી જનરેશન માતા -પિતા બની બીટા જનરેશનને જન્મ આપી રહ્યા છે.સ્કૂલની અને મીડિયમ ની પસંદગી ઘરે-ઘરનો પ્રશ્ન.આજથી 35-40 વર્ષ પહેલાં ઇંગ્લીશ મીડીયમની આંગણીના વેઢે ગણી શકાય એટલી સ્કૂલ હતી, શિક્ષણ સંસ્થાઓ મોટાભાગે સેવાકીય ટ્રસ્ટો દ્વારા સંચાલિત કે સરકાર દ્વારા જ ચાલતી હતી. પાછલા વર્ષોમાં શિક્ષણ સંસ્થા માં મોટાં પ્રમાણમાં માલિકીના ધોરણે ચાલતી (પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યૂટ) સંસ્થા નો વધારો થયો છે અને તેમાં પણ સ્કુલ લેવલે માતૃભાષામાં શિક્ષણ આપતી સ્કૂલ જેટલાં જ પ્રમાણમાં અંગ્રેજી માધ્યમ ની નવી શાળાઓ શરૂ થઈ રહી છે.હાયર એજયુ કેશન લગભગ 100 ટકા ઇંગ્લીશમાં થાય છે.હાયર એજ્યુકેશન માત્ર ઇંગ્લીશ મીડિયમમાં હોવાથી સ્કૂલ પણ ઇંગ્લીશ મીડિયમ રાખવી?કોઈપણ માધ્યમ માં શાળાકીય શિક્ષણ દરમ્યાન બાળકમાં શૈક્ષણિક બાબતો જેટલું જ મહત્વ તેનામાં સંસ્કારોનું સિંચન, સંસ્કૃતિનું રક્ષણ, પરંપરાઓનું સંવર્ધન જેવા મુદાઓનું છે. કારણ સંસ્કાર,સંસ્કૃતિ અને પરંપરાથી વિમુખ થઈને મળેલું શિક્ષણએ માનવને માનવ બનાવી રાખતું નથી. પ્રમાણિકતા,સત્ય, અહિંસા, બંધુત્વ, સદાચાર, ધર્મ, સંસ્કૃતી, દેશદાઝ જેવા ગુણોથી વંચિત રાખીને આપવામાં આવતું શિક્ષણએ બાળકને સ્વકેન્દ્રી જ વિચારો કેન્દ્રમાં રાખી જીવન જીવતાં માત્ર મશીન બનાવે છે.સંસ્કાર વગરનું શિક્ષણ એ સારા માનવ નહીં પણ મશીન તૈયાર કરે છે.ભારતમાં ખાસ કરીને અંગ્રેજોએ શિક્ષણ પધ્ધતિમાં કરેલાં ફેરફારો પછી સ્થાનિક ભાષામાં ઉચ્ચ શિક્ષણ માટે સાહિત્ય સર્જનનો જાણે શૂન્યવકાશ સર્જાયો. આઝાદી પછી નાગરિકોમાં શિક્ષણનું મહત્વ વધતાં શાળાકીય પ્રવેશ વધ્યા, પરંતુ ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હોવાના કારણે ધીમે-ધીમે એવી માનસિકતા ઘડાતી ગઈ કે શરૂઆતથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ લઈ અભ્યાસ કરાવવો. જે ઘરમાં અંગ્રેજીનો માહોલ ન હોય બાળકોને ખૂબ સઘર્ષ કરવો પડયો અને માત્ર દેખાદેખીને કારણે અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકોના પ્રવેશ લેતા માતા-પિતા માટે ‘બાવાના બેઉ બગડયા' જેવી સ્થિતિ થઈ. જો કે માતૃભાષામાં શાળાકીય શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ કરનારા અને પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવનારાની સંખ્યા ખૂબ મોટી છે આથી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છનારા માટે માતૃભાષામાં શાળાકીય શિક્ષણનું મહત્વ જરાપણ ઓછું આંકી શકાય નહિં.માત્ર દેખા-દેખીથી ઇંગ્લીશ મીડિયમ -બાવાના બેઉ બગડયા જેવી સ્થિતિ સર્જે.જે શાળામાં માતૃભાષામાં શાળાકીય શિક્ષણ વર્તમાન સમયના શૈક્ષણિક પડકારોને ઉપાડી શકે તેવી વ્યવસ્થા અને અંગ્રેજી માધ્યમમાં શાળાકીય શિક્ષણ સંસ્કાર -મુલ્યોને જાણી શકે તેવી વ્યવસ્થા કરી શકે તેવી શાળામાં કોઈપણ માધ્યમ માં લેવાનું શિક્ષણ માત્ર સ્વ નહી પણ સર્વ કલ્યાણ કારી માનવ બનાવનારું રહે. ભવિષ્યના પડકારો ઉપાડી શકે અને પરંપરાને જાળવી શકે તેવી શાળાની પસંદગી શ્રેષ્ઠહવે નિર્ણય જેન ઝી જનરેશન કરવાનો છે કે સ્કૂલ કઈ શ્રેષ્ઠ અને ક્યુ મીડિયમ શ્રેષ્ઠ માતુભાષી કે ઈંગ્લીશ ? Previous Post Next Post