દિલ્હી બ્લાસ્ટમાં વોન્ટેડ ઉમરની ડૉક્ટર વેશની નવી તસવીર સામે આવતા તપાસ એજન્સીઓને મોટો સુત્ર મળ્યો Nov 15, 2025 દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10 નવેમ્બર 2025ના રોજ થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને મોટો પુરાવો હાથ લાગ્યો છે. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મુખ્ય આરોપી ઉમર મોહમ્મદની નવી તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં સ્ટેથોસ્કોપ અને સામાન્ય ડૉક્ટર જેવા રૂપ સાથે ઉમરે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એજન્સી સૂત્રો મુજબ, ‘ડૉક્ટર ડેથ’ તરીકે ઓળખાતા આ આતંકી દ્વારા જ લાલ કિલ્લા નજીક કારમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો.આ બ્લાસ્ટમાં 13 લોકોના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતા વચ્ચે NIA તપાસ કરી રહી છે અને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવામાં આવી છે. 11થી 13 નવેમ્બર સુધી લાલ કિલ્લો બંધ રાખવામાં આવ્યો હતો, જ્યારે એરપોર્ટ સહિત તમામ સુરક્ષિત ઝોન પર ચેકિંગ વધારાયું હતું. બ્રિટન સહિત અનેક દેશોએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.પ્રાથમિક તાર જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક તરફ સંકેત કરે છે, પરંતુ તપાસ હજી ચાલુ છે અને નવા પુરાવાઓ સામે આવતા કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. Previous Post Next Post