રિષભ પંતે રચ્યો ઈતિહાસ: સેહવાગનો રેકોર્ડ તોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો ‘સિક્સર કિંગ’ Nov 15, 2025 ભારતીય ક્રિકેટમાં એક નવા ગૌરવનો ઉમેરો થયો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે એક અનોખું સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતામાં ભારત–દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી બે ટેસ્ટ મેચોની સીરિઝની પ્રથમ મેચમાં પંતે બે છગ્ગા ફટકારતા જ પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો અને ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટ્સમેન બની ગયો.સેહવાગનો લાંબો રેકોર્ડ તૂટ્યોસેહવાગે પોતાના કારકિર્દીમાં 103 ટેસ્ટમાં કુલ 90 છગ્ગા ફટકાર્યા હતા. હવે પંતે આ આંકને પાછળ મૂકી 92 છગ્ગાના ગગનચુંબી આંક પર પહોંચ્યો છે. આ સિદ્ધિ તેમને ભારતીય ટેસ્ટ ક્રિકેટનો સત્તાવાર ‘સિક્સર કિંગ’ બનાવે છે.વાપસી મેચમાં સારી શરૂઆત છતાં મોટી ઈનિંગ ન થઈલાંબા સમય પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા પંત પર સૌની નજર હતી. પહેલી ઇનિંગ્સમાં તેણે:24 બોલ27 રનસ્ટ્રાઈક રેટ: 112.502 ચોગ્ગા અને 2 છગ્ગાફટકાર્યા, પરંતુ સારું મોમેન્ટમ હોવા છતાં તે મોટી ઇનિંગ બનાવી શક્યો નહીં.ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોપ-592 – રિષભ પંત90 – વીરેન્દ્ર સેહવાગ88 – રોહિત શર્મા80 – રવીન્દ્ર જાડેજા78 – એમએસ ધોનીરિષભ પંતનું ટેસ્ટ કરિયર (હાલ સુધી)મેચ: 48ઈનિંગ્સ: 83રન: 3454સરેરાશ: 44.28સદી: 8અડધી સદી: 18ટેસ્ટ ક્રિકેટમાં અત્યંત જોખમી અને નિર્ભય બેટિંગ શૈલી માટે જાણીતા પંત હવે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ છગ્ગા ફટકારવાની ઝડપ માટે ઓળખાયા છે. Previous Post Next Post