કોઠારીયા રોડ પર મહિલાઓનો ચકકાજામ: ડામર રોડની માંગ ઉગ્ર, મુદ્દો કલેકટર કચેરી સુધી પહોંચ્યો Nov 15, 2025 રાજકોટ શહેરમાં રસ્તાઓની હાલત અંગે લોકોનો રોષ ફરી એકવાર ફાટી નીકળ્યો છે. વોર્ડ નં. 18ના કોઠારીયા વિસ્તારની મહિલાઓએ પાકા ડામર રોડની માંગણી સાથે ગઈકાલે સાંજે મુખ્ય માર્ગ પર ચકકાજામ કરી દેતા શહેરમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. લોકોના રોષને વશ કરવા પોલીસ દોડી આવી હતી અને કેટલીક મહિલાઓની થોડા સમય માટે અટકાયત પણ કરવામાં આવી હતી.દિવાળી બાદ કામ શરૂ કરવાની ખાતરી, છતાં અનેક વિસ્તારોમાં કામ અધૂરુંસ્થાનિક રહેવાસીઓ મુજબ, દિવાળી બાદ જયરામ પાર્ક તથા આસપાસની સોસાયટીઓમાં ડામરિંગનું કામ શરૂ કરવાની મનપાની ખાતરી છતાં હકીકતમાં ઘણા વિસ્તારોમાં કામ શરૂ થયું જ નથી. ખાસ કરીને જયરામ પાર્કના રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે જૂનો રસ્તો ખરાબામાંથી કાઢી લેવાયો, પરંતુ નવો રસ્તો બનાવ્યા વગર જ કામ અધૂરું છોડાઈ ગયું.ટ્રાફિક જામ અને પોલીસ દોડાદોડમહિલાઓ જ્યારે કોઠારીયા મેન રોડ પર ચકકાજામ કરવા બેઠા, ત્યારે સીટી બસ અને અન્ય વાહનોનો ટ્રાફિક લાંબા સમય સુધી અટકી ગયો. જાણ થતા શહેરી પોલીસ સ્થળ પર પહોંચી અને સ્થિતિ કાબુમાં લાવવા મહિલાઓને રસ્તા પરથી દૂર કરી અટકાયત કરી.વિવાદ કલેકટર સુધી પહોંચ્યોરસ્તા તોડકામને લઈને ચાલી રહેલા "ખરાબા"ના વિવાદને કારણે કામ અટવાઈ રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મુદ્દો હવે કલેકટર કચેરી સુધી પહોંચ્યો છે અને તંત્ર દ્વારા વરસાદ બાદ કામ શરૂ કરવાનો વિશ્વાસ આપ્યો છે.અનેક સોસાયટીના લોકો રસ્તા પરજયરામ પાર્ક, જીવનકિરણ, પ્રમુખરાજ, આદર્શ ગ્રીન સહિતના વિસ્તારોના રહેવાસીઓ એકસાથે રસ્તા પર ઉતરીને પાકા રોડ માટે રજુઆત કરી રહી છે. તંત્ર તરફથી સ્પષ્ટ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post