રાજકોટમાં પ્રથમ વખત યોજાશે 'પોલીસ હોકી ચેમ્પિયનશિપ', 35 ટીમોના ભવ્ય ખેલોત્સવ માટે તડામાર તૈયારીઓ શરૂ Nov 27, 2025 રાજકોટ શહેર રમતગમતના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગુજરાત પોલીસ તંત્રના યજમાનપદ હેઠળ 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રાજકોટમાં ભવ્ય રીતે યોજાશે. ખાસ વાત એ છે કે 21 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ ગુજરાતમાં અને પ્રથમ વખત રાજકોટમાં આયોજિત થવા જઈ રહી છે. આ અવસરે શહેરને ચક દે ઇન્ડિયા જેવા દૃશ્યો જોવા મળશે, તેવા ઉત્સાહનો માહોલ શહેરમાં વ્યાપી રહ્યો છે.35થી વધુ મેન અને વુમેન ટીમો ભાગ લેશેઆ ટુર્નામેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. વિશેષ એ છે કે પેરા–મિલિટરી ફોર્સની ટીમો પણ આ ચેમ્પિયનશિપનો ભાગ બનશે, જેના કારણે ટુર્નામેન્ટનું સ્તર વધુ પ્રતિસ્પર્ધાત્મક બનશે. પોલીસ વિભાગની પ્રતિભા, શિસ્ત અને રમતગમત પ્રત્યેની તેમની નિષ્ઠા આ ટુર્નામેન્ટમાં જોવા મળશે.રાજકોટના બે મુખ્ય મેદાનો પર રમાશે મેચોમેચો બે મુખ્ય સ્થળોએ યોજાશે:મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ મેદાનસૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડઆ બંને મેદાનોમાં આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડ અનુસાર તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. મેદાનોના ટર્ફ, લાઈટિંગ, સુરક્ષા, પ્રેક્ષકોની સુવિધાઓ સહિતના તમામ પાસાઓને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.10 કમિટીઓની રચના અને તડામાર તૈયારીઓટુર્નામેન્ટનું આયોજન સુવ્યવસ્થિત અને ભવ્ય બની રહે તે માટે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કુલ 10 અલગ–અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે.દરેક કમિટીને કામગીરી અનુસાર ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમ કે:આયોજન અને વ્યવસ્થામેદાન અને ટેક્નિકલ સેટઅપટીમ મેનેજમેન્ટસુરક્ષા વ્યવસ્થારહેઠાણ અને પરિવહનમીડિયા અને પીઆરઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીછેલ્લા 15 દિવસથી રાજકોટ પોલીસ અને સંકળાયેલી ટીમો દિવસ–રાત મહેનત કરીને તૈયારીઓમાં આખરી ઓપ આપી રહી છે.4 ડિસેમ્બરે ભવ્ય ઓપનિંગ સેરેમનીટુર્નામેન્ટની શરૂઆત 4 ડિસેમ્બર, સવારે 8:30 વાગ્યે રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર, પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે.આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિ રહેશે. ઓપનિંગ સેરેમનીમાં ટીમ પરેડ, સંસ્કૃતિક કાર્યક્રમો અને ખેલાડીઓનું પરિચય સહિતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.15 ડિસેમ્બરે કલોઝિંગ સેરેમનીટુર્નામેન્ટનો સમાપન સમારોહ 15 ડિસેમ્બર, સાંજે 4 વાગ્યે યોજાશે.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને અન્ય પુરસ્કારો સાથે સન્માનિત કરવામાં આવશે.રાજકોટ માટે ગૌરવનો ક્ષણઆ ચેમ્પિયનશિપ રાજકોટ માટે માત્ર રમતગમતનો મહોત્સવ નહીં, પરંતુ શહેરની પ્રતિષ્ઠા વધારવાનો અવસર પણ છે. ગુજરાત અને રાજકોટનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરવામાં આ ઇવેન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શહેર પોલીસ દ્વારા આયોજનના દરેક પાસાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓને ઈન્ટરનેશનલ લેવલનો અનુભવ મળી શકે.ખેલપ્રેમીઓ માટે આનંદનો મોકોઆવી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે એ શહેરની ખેલપ્રેમી જનતામાં ભારે ઉત્સાહ પેદા કરી રહી છે. હોકીના દિગ્ગજ ખેલાડીઓ, પોલીસ દળની પ્રતિભાશાળી ટીમો અને અદભુત સ્પર્ધાત્મક ભાવ જોવા મળશે.રાજકોટમાં પ્રથમ વખત યોજાતી આ ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ ચોક્કસપણે શહેરના રમતગમત ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે. Previous Post Next Post