આવતીકાલથી સુરતમાં મહિલા ડ્રાઈવર સાથે પીંક બસ રવાના, મુસાફરોને મળશે સુરક્ષિત અને અનોખો અનુભવ

આવતીકાલથી સુરતમાં મહિલા ડ્રાઈવર સાથે પીંક બસ રવાના, મુસાફરોને મળશે સુરક્ષિત અને અનોખો અનુભવ

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ ચલાવતી જોવા મળશે. અત્યાર સુધી સુરતમાં મહિલા પિંક ઓટો ચલાવતા જોવા મળતી હતી, પરંતુ હવે BRTSના એક રૂટ પર મહિલાઓ માટેની પીંક બસ શરૂ થવાની છે. શહેરની સરથાણા નેચર પાર્કથી ઓ.એન.જી.સી. સુધી ચાલતી આ બસ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પહેલો પ્રવાસ કરશે.

પાલિકાને આ માટે 20 મહિનાની મીઠી મહેનત કરવી પડી અને ચાર વર્ષનો હેવી વ્હીકલ અનુભવ ધરાવતી મહિલા ડ્રાઈવર મળી. આ ડ્રાઈવરના જોડાવાથી હવે ઓ.એન.જી.સી.થી સરથાણા નેચર પાર્ક સુધીના રૂટ પર મહિલાઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે.

સુરત પાલિકાના સામૂહિક પરિવહન સેવામાં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પહેલા ફક્ત પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ મહિલાઓ દ્વારા સારું પ્રતિસાદ મળતા સંપૂર્ણ પીંક બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

આપી રહેલી સેવા માટે આવતીકાલે સવારે 11 વાગ્યે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મપાછે દ્વારા બસને ફ્લેગ માર્ચ આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકા અને સુરત સીટીલિંક લિમિટેડ આગામી સમયમાં વધુ મહિલાઓને જાહેર પરિવહન ક્ષેત્રમાં જોડવા માટે પણ આયોજન કરી રહી છે. આ મહિલાએ ઈન્દોરથી સુરતમાં પહેલી વખત પીંક બસ ચલાવી આ અભિયાનની શરૂઆત કરી છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો