અમદાવાદના અસલાલીમાં ફેક્ટરીમાં ભયાનક આગ, થીનર વિસ્ફોટની આશંકા વચ્ચે ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી પહોંચી

અમદાવાદના અસલાલીમાં ફેક્ટરીમાં ભયાનક આગ, થીનર વિસ્ફોટની આશંકા વચ્ચે ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી પહોંચી

અમદાવાદના અસલાલી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. એકતા હોટલની સામે આવેલી આ ફેક્ટરીમાં આગ એટલી ભયાનક હતી કે દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં થીનર અને અન્ય જ્વલનશીલ દ્રવ્યોનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું મનાય છે. ફેક્ટરીમાં રહેલો મોટાભાગનો માલસામાન આગની જપેટમાં આવી બળી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સ્થાનિક લોકો અને ફાયર ફાઈટર્સની મદદથી આગને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પ્રયાસો હાથ ધરાયા હતા. આસપાસના વિસ્તારમાં સુરક્ષાના પગલાં રૂપે વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો છે અને હવે ઠંડક કામગીરી ચાલી રહી છે.

આગ લાગવાનું સાચું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા થીનર લીકેજને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઘટનાસ્થળેથી ધુમાડા ઓસર્યા બાદ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે જેથી આગ પાછળનું વાસ્તવિક કારણ જાણી શકાય.

You may also like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ