ભારતમાં પકડાયેલી ડૉક્ટર શાહીન શાહીદનો ખતરનાક આતંકી પ્લાન 'શોબા એ દાવત' ડિકોડ, ગુપ્તચર એજન્સીઓએ ઉઘાડ્યો મોટો ભેદ

ભારતમાં પકડાયેલી ડૉક્ટર શાહીન શાહીદનો ખતરનાક આતંકી પ્લાન 'શોબા એ દાવત' ડિકોડ, ગુપ્તચર એજન્સીઓએ ઉઘાડ્યો મોટો ભેદ

ભારતની ગુપ્તચર એજન્સીઓએ તાજેતરમાં એક ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે, જેનાથી દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર કાવતરાનું નેતૃત્વ એક મહિલા ડોક્ટર — શાહીન શાહિદ — કરી રહી હતી, જે જમાત ઉલ મોમિનાત નામના જૈશ એ મોહમ્મદના મહિલા વિભાગની ચીફ કમાન્ડર તરીકે કાર્યરત હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે, આ સંગઠનનો મુખ્ય હેતુ ભારતમાં યુવા મહિલાઓને કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત કરી, તેમને જેહાદ માટે તૈયાર કરવાનો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ “શોબા એ દાવત” નામના એક ખતરનાક પ્લાનને ડિકોડ કરવામાં આવ્યો છે, જેનો હેતુ મહિલાઓનું બ્રેઈનવોશ કરીને આતંકી પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેરિત કરવો હતો. આ પ્લાન હેઠળ શાહીન ખાસ કરીને એવી છોકરીઓને ટાર્ગેટ કરતી હતી, જેઓ પહેલેથી કટ્ટર ધાર્મિક વિચાર ધરાવતી કે વ્યક્તિગત ગુસ્સામાં જીવતી હતી. આ મહિલાઓને ધર્મના પુસ્તકોના બહાને તાલીમ આપવામાં આવતી હતી, જેમાં તેમને સમજાવવામાં આવતું કે "ભારત વિરુદ્ધ જેહાદ" કરવાથી જ જન્નતમાં સ્થાન મળે છે.

શાહીન પોતે જૈશની “દૌરા આયત ઉલ નિસાહ” નામની તાલીમ લઈ ચૂકી હતી, જેમાં મહિલાઓ માટે પણ જેહાદ કરવાની વિચારધારા ભણાવવામાં આવતી હતી. તેનુ મુખ્ય લક્ષ્ય વધુમાં વધુ મહિલા "મુતઝિમા" (ટીમ લીડર) તૈયાર કરવાનું હતું, જેથી તેમના માધ્યમે અન્ય યુવતીઓને જૈશ સાથે જોડવામાં આવી શકે.

આ ષડયંત્રનો વધુ ભયાનક પાસો એ હતો કે શાહીન મહિલા આત્મઘાતી બોમ્બર બનાવવા માટેની ગુપ્ત તાલીમ પણ આપી રહી હતી. તે ખાસ કરીને આર્થિક રીતે નબળી અને ગુસ્સામાં રહેલી મહિલાઓને પસંદ કરતી હતી, જેમના પરિવારના પુરુષ સભ્યો આતંકવાદી પ્રવૃત્તિઓમાં પકડાયેલા હતા.

આ ઉપરાંત, શાહીન ઓનલાઈન નેટવર્ક દ્વારા પણ પોતાના સંગઠનનું વિસ્તરણ કરી રહી હતી. તે ડોક્ટરો, નર્સો અને અન્ય ભણેલી મહિલાઓને પોતાના જાળમાં ખેંચી રહી હતી. સૂત્રો જણાવે છે કે, મસૂદ અઝહરના ભાઈ તલ્હા અલ સૈફ સાથે તેનો સીધો સંપર્ક હતો, અને ભારતના વિવિધ શહેરોમાં હોસ્પિટલ, હેલ્થ સેન્ટર અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઘૂસણખોરી કરવાનો પ્લાન પણ તૈયાર હતો.

તેમ છતાં, ભારતીય એજન્સીઓની સમયસર કાર્યવાહી અને ચુસ્ત નજરને કારણે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. “શોબા એ દાવત” નામનો ખતરનાક પ્લાન હવે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે, અને ડોક્ટર શાહીન શાહિદને ધરપકડ કરવામાં આવી છે.

ભારતના સુરક્ષા તંત્રની સતર્કતાથી ફરી એકવાર દેશ પર આવતી મોટી દુર્ઘટના અટકી ગઈ છે.

You may also like

ધોની બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી દિલચસ્પ ઈચ્છા

ધોની બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી દિલચસ્પ ઈચ્છા

શેર બજારમાં તોફાની તેજી – સેન્સેક્સ 567 અને નિફ્ટી 172 પોઈન્ટ ઉછળ્યા, જાણો પાછળના 4 મુખ્ય કારણો

શેર બજારમાં તોફાની તેજી – સેન્સેક્સ 567 અને નિફ્ટી 172 પોઈન્ટ ઉછળ્યા, જાણો પાછળના 4 મુખ્ય કારણો

બ્રેઈન હેમરેજ બાદ સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા – એક મહિનાની સારવાર પછી તબિયત સ્થિર

બ્રેઈન હેમરેજ બાદ સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા – એક મહિનાની સારવાર પછી તબિયત સ્થિર

ઉનાળાની શરૂઆત સાથે રાજકોટમાં ફૂડ વિભાગ સક્રિય – આઈસ ગોલા વેચાણકારો પર તંત્રની કડક કાર્યવાહી

ઉનાળાની શરૂઆત સાથે રાજકોટમાં ફૂડ વિભાગ સક્રિય – આઈસ ગોલા વેચાણકારો પર તંત્રની કડક કાર્યવાહી