મોરબીમાં રોડ સમારકામ સમયસર પૂર્ણ કરવાની તાકીદ: પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

મોરબીમાં રોડ સમારકામ સમયસર પૂર્ણ કરવાની તાકીદ: પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મોરબી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ ખાસ કરીને જિલ્લામાં સમય મર્યાદામાં રોડ અને રસ્તાના સમારકામના કામો પૂર્ણ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મોરબી ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો જિલ્લો છે અને યોગ્ય આયોજન થકી મોરબીને ‘મોર્ડન ડિસ્ટ્રિક્ટ’ તરીકે વિકસાવવાની ક્ષમતા રહેલી છે.

રોડ સમારકામમાં ગુણવત્તા અને ગતિ બંને જરૂરી

મંત્રીએ જણાવ્યું કે ચોમાસા પછી અનેક માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે, જેના કારણે લોકોને સુવ્યવસ્થિત વાહનવ્યવહાર માટે રસ્તાઓનું સમયસર સમારકામ અનિવાર્ય છે. તેમણે તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તેમજ સરકારી નાણાનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ થાય તેની કડક સૂચના આપી હતી.

ખેડૂતોને રાહત પહોંચાડવા તાકીદ

કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હોવાની રજૂઆત પર મંત્રીએ જિલ્લા તંત્રને જણાવ્યું કે કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય, તે માટે તાત્કાલિક અને પારદર્શક કામગીરી થવી જોઈએ.

જિલ્લાની વર્તમાન સ્થિતિની વિગતવાર રજૂઆત

સમીક્ષા બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે મોરબી જિલ્લાના વિકાસ, પડકારો અને વર્તમાન કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઝડપ અને ગુણવત્તા સાથે કામગીરી કરવામાં તંત્રને સ્પષ્ટ માર્ગદર્શન આપતાં મંત્રીએ જણાવ્યું કે તમામ વિભાગો પરસ્પર સંકલન સાથે કાર્ય કરશો તો મોરબીને નવી ઊંચાઈએ લઈ જવું મુશ્કેલ નથી.

You may also like

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ