રશિયાનો કીવ પર ભીષણ હુમલો: ચારનાં મોત, 27 ઘાયલ; અનેક ઇમારતો આગની ઝપેટમાં

રશિયાનો કીવ પર ભીષણ હુમલો: ચારનાં મોત, 27 ઘાયલ; અનેક ઇમારતો આગની ઝપેટમાં

રશિયાએ શુક્રવાર વહેલી સવારે યુક્રેન પર ભીષણ અને વ્યૂહાત્મક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે જ્યારે 27થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાની કીવના અનેક વિસ્તારોમાં વિસ્ફોટો બાદ આગ લાગી હતી અને ભારે નુકસાન થયું છે.

કીવ સેનાના વહીવટી પ્રમુખ તૈમુર તકાચેંકોએ જણાવ્યું કે શહેરમાં અનેક સ્થળોએ થયેલા હુમલાઓનો ઇમરજન્સી ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. 15 જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એકની સ્થિતિ ગંભીર છે અને એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે.

યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે રશિયાએ આ હુમલામાં 430 ડ્રોન અને 18 મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ હુમલો સંપૂર્ણપણે સુનિયોજિત હતો અને તેનો હેતુ વધુમાં વધુ જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરવાનું હતું.

શહેરના દક્ષિણ વિસ્તારમાં ઇસ્કંદર મિસાઇલના ટુકડા અઝરબેઝાનના દૂતાવાસના પરિસરમાં પડતાં દૂતાવાસને નુકસાન થયું હતું. કીવના અનેક વિસ્તારોમાં શક્તિશાળી વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનું માહોલ સર્જાયો હતો.

કીવના દાર્નિત્સ્કી વિસ્તારમાં ડ્રોન અને મિસાઇલનો કાટમાળ એક રહેણાંક ઇમારત અને શૈક્ષણિક સંસ્થાના આસપાસ પડતાં કારમાં આગ લાગી હતી.
દ્રિપોવ્સ્કી જિલ્લામાં ત્રણ એપાર્ટમેન્ટ, એક ઘર અને એક ખુલ્લી જગ્યામાં આગ ફાટી નીકળી હતી.
પોદિલ્સ્કી જિલ્લામાં પાંચ રહેણાંક અને એક બિન રહેણાંક ભવનને નુકસાન થયું છે.

શહેરના સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે હુમલાને કારણે વીજળી અને પાણી પુરવઠામાં વિક્ષેપ સર્જાઈ શકે છે. બચાવ દળો હાલ વિવિધ વિસ્તારોમાં કાટમાળ દૂર કરવાનો અને આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

You may also like

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં