નૌગામ પોલીસ સ્ટેશન બ્લાસ્ટઃ દુર્ઘટના, આતંક સાથે કોઈ સંબંધ નહીં – જમ્મુ-કાશ્મીર પોલીસનો મોટો ખુલાસો Nov 15, 2025 શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલો ભીષણ વિસ્ફોટ કોઈ આતંકવાદી હુમલો નહોતો, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો—જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે પ્રેસ કોન્ફરન્સમાં આ સ્પષ્ટતા કરી છે.ડીજીપીએ જણાવ્યું કે દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને સેમ્પલિંગ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. FSLની ટીમ છેલ્લા બે દિવસથી સેમ્પલિંગની પ્રક્રિયા કરી રહી હતી. શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે સેમ્પલ લેતી વખતે અચાનક વિસ્ફોટ થયો અને ભયાનક દુર્ઘટના બની.આ અકસ્માતમાં કેસના તપાસ અધિકારી એસઆઈ ઇસરાર સહિત કુલ 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં પોલીસકર્મીઓ, FSL ટીમના સભ્યો, બે ફોટોગ્રાફર અને બે મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, 32 લોકો ઘાયલ થયા છે. કાટમાળ હટાવવાનું કામ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ડીજીપીએ સ્પષ્ટ કર્યું કે ઘટનાં કોઈ આતંકવાદી ષડયંત્રનો ભાગ નથી અને તપાસ દરમિયાન થયેલી ટેક્નિકલ ભૂલના કારણે આ મોટો અકસ્માત સર્જાયો છે. આ નિવેદન સાથે આ ઘટનાને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. Previous Post Next Post