રાજકોટમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની અમલવારી ડ્રાઇવ શરૂ, હેલ્મેટ સહિત નિયમોના પાલન પર ભાર મૂકાયો

રાજકોટમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની અમલવારી ડ્રાઇવ શરૂ, હેલ્મેટ સહિત નિયમોના પાલન પર ભાર મૂકાયો

રાજકોટ શહેરમાં ફરીથી ટ્રાફિક પોલીસની સક્રિયતા વધતા લોકોમાં “હેલ્મેટ ડ્રાઇવ પાછી શરૂ થઈ?” એવી ચર્ચાઓ ઊઠી છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ વિવિધ સરકારી કચેરીઓની બહાર વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. આજે કલેક્ટર કચેરી બહાર ચલાવવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન સરકારી કર્મચારીઓ અને અરજદારો બંને સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી.

ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, આ કોઈ “હેલ્મેટ સ્પેશિયલ ડ્રાઇવ” નથી, પરંતુ સરકારના વર્ષ 2024ના પરિપત્ર અનુસાર સરકારી કર્મચારીઓ ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટેની વિશેષ ઝુંબેશ છે. આ ઝુંબેશમાં હેલ્મેટ ચેકિંગ તો એક ભાગ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ તમામ ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવાનો છે.

શહેરને ચાર ટ્રાફિક સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક સેક્ટરના પીઆઈને આવતી સરકારી કચેરીઓમાં નિયમિત રીતે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જો અરજદારો અથવા અન્ય લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસના આ પગલા બાદ ચર્ચાઓ તો જોરમાં છે, પરંતુ હેતુ માત્ર નિયમિતતા, સલામતી અને ટ્રાફિકનું અનુશાસન જળવાઇ રહે તેવો જ છે.

You may also like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ