રાજકોટમાં ૮ માસમાં ટ્રાફિકના ૧.૧૦ લાખ કેસ નોંધી રૂ. ૪.૨૮ કરોડનો દંડ વસૂલાયો Aug 26, 2026 રાજકોટ,નિયમ વિરુદ્ધની નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ અને LED લાઈટો વાપરતા વાહનચાલકો હડફેટે ચડ્યારાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના પાલનને કડક બનાવવા માટે ટ્રાફિક પોલીસે છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ તેજ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં છેલ્લા ૮ મહિનાના સમયગાળા દરમિયાન ટ્રાફિક નિયમભંગના કુલ ૧.૧૦ લાખ કરતા વધુ કેસો નોંધવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોની પરવાહ કર્યા વગર વાહન હંકારતા બેજવાબદાર ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે અને વિવિધ નિયમભંગ બદલ કુલ રૂ. ૪.૨૮ કરોડનો જંગી દંડ ફટકાર્યો છે.ખાસ કરીને વાહનો પર RTO માન્ય નિયમો મુજબની નંબર પ્લેટ ન લગાવવી, વાહનની કાચ પર બ્લેક ફિલ્મ (ટિન્ટેડ ગ્લાસ) લગાવવી તેમજ સામેવાળા વાહનચાલકોની આંખ અંજાઈ જાય તેવી હાઈ- ઇન્ટેન્સિટી LED લાઈટોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા વાહનચાલકો ટ્રાફિક પોલીસના મુખ્ય નિશાના પર રહ્યા છે. આ પ્રકારના ગંભીર નિયમભંગ કરનાર વાહનો સામે ટ્રાફિક વિભાગે સઘન ચેકિંગ હાથ ધરીને દંડની કાર્યવાહી કરી છે.શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે, જેથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે અને શિસ્ત જળવાઈ રહે. Previous Post Next Post