અમેરિકામાં વધતી મોંઘવારી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય: ભારતના અનેક ઉત્પાદનો પરનો 50% ટેરિફ રદ Nov 18, 2025 અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારી બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના તાજેતરના ટેરિફ નિર્ણયોમાં પીછેહઠ કરવી પડી છે. છેલ્લા સમયમાં અમેરિકા દ્વારા ભારત સહિતના અનેક દેશો પરથી આયાત થતા ઉત્પાદનો પર 50% સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો હતો. આ પગલાના કારણે અમેરિકામાં આયાત થતી ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી બનવા લાગી હતી અને તેની સીધી અસર અમેરિકન નાગરિકોના રોજિંદા ખર્ચ પર પડી હતી. વધતી કિંમતોથી નારાજ ગ્રાહકો અને વેપારીઓના દબાણ બાદ ટ્રમ્પ પ્રશાસને આ ટેરિફમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો.વ્યાપાર મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જણાવ્યા અનુસાર, ભારતમાંથી અમેરિકામાં જતી ચા, કોફી, મસાલા, ટ્રોપિકલ ફૂડ અને બીફ સહિતની બે ડઝન જેટલી વસ્તુઓ પર લાગેલો 50% ટેરિફ હવે દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતની કૃષિ નિકાસને મોટો લાભ મળશે. હાલમાં અમેરિકા માટે ભારતની કૃષિ નિકાસ લગભગ 22 હજાર કરોડ રૂપિયા જેટલી છે, જેમાંથી 9 હજાર કરોડના ઉત્પાદનો હવે ટેરિફ મુક્ત થશે.ટ્રમ્પે શુક્રવારે આ સંદર્ભમાં સત્તાવાર આદેશ પર સહી કરી હતી. અમેરિકા ખાદ્ય ચીજોના વધતા ભાવ પર નિયંત્રણ લાવવા પ્રયાસ કરી રહ્યું છે અને આ ટેરિફ રદ કરવો તે પ્રયાસનો જ ભાગ છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધિત સમજુતીની ચર્ચા પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેના પર મોટો નિર્ણય આવી શકે છે. Previous Post Next Post