રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વાચન પરબનું 96મું મણકું: ‘કાગવાણી’ પર વિશિષ્ટ રજૂઆત Nov 18, 2025 રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા દર મહિને આયોજિત થતો વાચન પરબ સતત લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ પરબના 96મા મણકામાં બેંકે પ્રખ્યાત કવિ પદ્મશ્રી દુલાભાયા ‘કાગ’ દ્વારા રચિત ‘કાગવાણી’ની મનનીય વાતનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં વાચન અને રજૂઆતનું માર્ગદર્શન પૂર્વ આઇએએસ અધિકારી, કોલમિસ્ટ અને પૂર્વ મુખ્ય માહિતી કમિશ્નર (ગુજરાત રાજ્ય) વસંતદાન ગઢવીએ આપ્યું હતું.આ કાર્યક્રમ બેંકની હેડ ઓફિસ, રાજકોટ ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં બેંક પરિવાર અને આમંત્રિતો હાજર રહ્યા હતા. બેંકના વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ ઉપરાંત ડિરેક્ટર મંગેશજી જોષી, વિક્રમસિંહ પરમાર, કલ્પેશભાઈ ગજ્જર, હર્ષિતભાઈ કાવર અને શાખા વિકાસ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.વાચન પરબમાં ‘કાગવાણી’ના જીવનમૂલ્યો, માનવીય સંદેશો અને આધ્યાત્મિક દર્શનની ચર્ચા થતાં કાર્યક્રમને વિશેષ ગાઢતા મળી. હાજર રહેલા મહેમાનો અને નાગરિક પરિવારે આ અનોખી રજૂઆતને પ્રશંસા સાથે સાંભળી હતી.રાજકોટ નાગરિક સહકારી બેંકનો આ વાચન પરબ સાહિત્યપ્રેમીઓને એક નવો અનુભવ આપતો રહે છે અને સામાજિક-સાંસ્કૃતિક જાગૃતિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે. Previous Post Next Post