પીએમ કેર ફંડમાં ડોનેશન ઘટવા છતાં 8 હજાર 452 કરોડ રૂપિયાની બેલેન્સ

પીએમ કેર ફંડમાં ડોનેશન ઘટવા છતાં 8 હજાર 452 કરોડ રૂપિયાની બેલેન્સ

 નવી દિલ્હી,

વ્યાજ અને પરત મળેલી રકમથી ફંડની આવકમાં વધારો

વર્ષ 2024-25માં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને કટોકટી રાહત ફંડમાં મળતું વાર્ષિક યોગદાન ઘટીને ₹479.96 કરોડ રહી ગયું છે. પીએમ કેર્સ ફંડ પોર્ટલ પર જાહેર કરાયેલા ઓડિટેડ હિસાબી વિગતો અનુસાર, આ કુલ યોગદાનમાં ₹479.04 કરોડ ઘરેલુ દાનમાંથી આવ્યા છે, જ્યારે વિદેશી દાન માત્ર ₹92 લાખ જેટલું જ રહ્યું છે. દાનમાં થયેલા આ ઘટાડા છતાં, ખર્ચ સાવ નહિવત થવાના કારણે નાણાકીય વર્ષના અંતે ફંડમાં જમા બેલેન્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પીએમ કેર્સ ફંડને માત્ર દાન જ નહીં પરંતુ અન્ય સ્રોતોમાંથી પણ નોંધપાત્ર આવક થઈ છે. ફંડને ફિક્સ ડિપોઝિટ અને રેગ્યુલર એકાઉન્ટ્સમાંથી વ્યાજ પેટે ₹475.14 કરોડ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, બેંકો દ્વારા કાપવામાં આવેલા TDSના રિફંડ તરીકે ₹13.49 લાખ અને અમલીકરણ એજન્સીઓ પાસેથી પરત મળેલી રકમ પેટે ₹324.65 કરોડ ફંડમાં જમા થયા છે.

એક તરફ દાન ઘટ્યું છે તો બીજી તરફ ફંડમાંથી થતો વાર્ષિક ખર્ચ સાવ ઘટીને માત્ર ₹87.85 લાખ રહી ગયો છે, જે છેલ્લા 5 વર્ષોમાં સૌથી ઓછો છે. આ કુલ ખર્ચમાંથી ₹87.84 લાખ 'PM Cares for Children' યોજના પાછળ વપરાયા છે, જ્યારે ₹451 બેંક અને એસએમએસ ચાર્જ પેટે ચૂકવાયા છે. નોંધનીય છે કે, અગાઉના વર્ષોમાં આ ખર્ચ ઘણો વધારે હતો; 2023-24માં ₹15.59 કરોડ, 2022-23માં ₹437.87 કરોડ, 2021-22માં ₹3,716.29 કરોડ અને કોરોનાના સમયગાળા દરમિયાન 2020-21માં વિક્રમજનક ₹3,976.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ઓછા ખર્ચના કારણે નાણાકીય વર્ષ 2024-25ના અંતે ફંડમાં રહેલી કુલ બેલેન્સ ₹8452.06 કરોડના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે. આ બેલેન્સ અગાઉના નાણાકીય વર્ષ (2023-24)ના ₹7173.03 કરોડની સરખામણીએ 17.83%નો વધારો દર્શાવે છે. પીએમ કેર્સ ફંડમાં સૌથી વધુ દાન કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21માં મળ્યું હતું, જેમાં ₹7183.77 કરોડ ઘરેલુ અને ₹494.93 કરોડ વિદેશી દાનનો સમાવેશ થતો હતો. ત્યારબાદના વર્ષોમાં દાનના આંકડામાં સતત ઘટાડો નોંધાયો છે.

You may also like

સિંગતેલના ડબ્બા દીઠ રૂ. 50નો સીધો ઉછાળો, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયાં

સિંગતેલના ડબ્બા દીઠ રૂ. 50નો સીધો ઉછાળો, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયાં

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે  ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે

બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ