અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

અમદાવાદ,

દરરોજ આવતા ૩૫૦૦થી ૪૦૦૦ દર્દીઓની ભીડ નિયંત્રિત કરવા કેસ બારીઓ વધારીને ૧૨ કરાઈ, લેબ રિપોર્ટ વોટ્સએપ પર મળશે

શહેરના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ વર્ષથી બંધ પડેલો 'ફેમિલી મેડિસિન વિભાગ' આખરે ફરીથી ધમધમતો થયો છે, જેના કારણે સામાન્ય રોગચાળાના દર્દીઓને મોટી રાહત મળશે. અગાઉ તાવ, શરદી, ખાંસી કે અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ દર્દીઓને સીધા જ સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ કે અન્ય નિષ્ણાત ડૉક્ટરોની લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. જેના કારણે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પર પણ દર્દીઓનું અનાવશ્યક ભારણ વધતું હતું. હવે ૧૦ વર્ષના લાંબા અંતરાલ બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' ફરીથી કાર્યરત થવાથી તાવ અને શરદી જેવા સામાન્ય રોગો ધરાવતા દર્દીઓની પ્રાથમિક સારવાર સરળતાથી થઈ શકશે.

અમદાવાદ સિવિલની ઓપીડીમાં દૈનિક ધોરણે અંદાજે ૩,૫૦૦ થી ૪,૦૦૦ જેટલા દર્દીઓ સારવાર મેળવવા માટે આવે છે. આટલી મોટી સંખ્યામાં આવતા દર્દીઓને કેસ કઢાવવા કે અન્ય પ્રક્રિયામાં લાંબો સમય રાહ ન જોવી પડે તે માટે તંત્ર દ્વારા વહીવટી સ્તરે કડક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હોસ્પિટલમાં કેસ કઢાવવા માટેની બારીઓની સંખ્યા વધારીને હવે કુલ ૧૨ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત, સવારના વ્યસ્ત સમય દરમિયાન ઓપીડીમાં અસહ્ય ભીડ થતી હોવાથી, હોસ્પિટલ પ્રશાસને ફોલો-અપ દર્દીઓને હવે ફરજિયાતપણે સાંજના સત્રમાં જ આવવા માટેની વ્યવસ્થા ગોઠવી છે. આ સાથે દર્દીઓની સગવડ માટે બિલિંગ કાઉન્ટરની સંખ્યા પણ ૧ થી વધારીને ૨ કરવામાં આવી છે.

સામાન્ય તાવ અને શરદીની સામાન્ય બિમારીઓ માટે હવે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસે નહીં જવું પડે, દર્દીઓનો સમય બચશે

હોસ્પિટલ પરિસરમાં લાંબી કતારો અને અરાજકતા અટકાવવા માટે તમામ વિભાગોમાં 'ટોકન સિસ્ટમ' કડકાઈથી લાગુ કરવામાં આવી છે, જેથી દર્દીઓને પોતાનો વારો ક્યારે આવશે તેની સ્પષ્ટ જાણકારી મળી રહે. આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરતા હવે દર્દીઓના લેબ ટેસ્ટના રિપોર્ટ્સ સીધા તેમના વોટ્સએપ પર જ મોકલી આપવામાં આવશે તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. દર્દીઓના સેમ્પલ કલેક્શન માટે ઓપીડીમાં કાઉન્ટરની સંખ્યા વધારીને ૫ અને ૧૨૦૦ બેડની હોસ્પિટલ ખાતે ૪ કરવામાં આવી છે.

You may also like

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે  ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે

બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા