સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

રાજકોટ,

ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લામાં  છુટ્ટા-છવાયા વરસાદથી આશાનો સંચાર

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને ધીમીધારે વરસાદ વરસ્યો છે. એક મહિના બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થાય તેવી આશા સાથે ખેડૂતો હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મહુવા અને જેસર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસરના રાણીગામ, દેપલા, કરજાળા, ઝકડલા અને હિપાવડલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને રાહત મળવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ધીમીધારે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ પડેલો વરસાદ પૂરતો નથી અને ખેતી માટે હજુ સારા વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. ઉપલેટા શહેર અને આસપાસના ગામોમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થવાની શક્યતા છે.વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જામનગર જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. ધ્રોલ તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતાં નાગરિકો અને ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. ધ્રોલના હમાપર, ખીજડીયા, ઈટાળા અને માનસર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.


ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્યની સરખામણીએ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

You may also like

બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે  ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે

બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

અમદાવાદ સિવિલમાં દશકા બાદ 'ફેમિલી મેડિસિન વિભાગ' પુનઃ શરૂ: ટોકન સિસ્ટમ લાગુ

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ૨૫થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ૨૫થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ