લોરેન્સ બિશ્નોઈ ગેંગને મોટો ફટકો: સાગરીત હેરી બોક્સરની અમેરિકામાં અટકાયત Nov 07, 2026 મુંબઈ,બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગ પ્રકરણમાં વોન્ટેડ હતો ગેંગસ્ટરકૂખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સાગરીત અને ભારતમાં અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકાના કેલિફોર્નિયા ખાતેથી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સી દ્વારા અટકાયત કરવામાં આવી છે. હેરી બોક્સર અમેરિકામાં રહીને ભારતમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કાળું કારોબાર, ખંડણી અને હત્યા જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.મુંબઈમાં પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન બહાર કરવામાં આવેલા ફાયરિંગની જવાબદારી પણ હેરી બોક્સરે સોશિયલ મીડિયા પર લીધી હતી. આ ઉપરાંત બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓને ધમકીભર્યા ઓડિયો મેસેજ મોકલી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસોમાં પણ તેનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું. આ અગાઉ અમેરિકામાં બેસીને ભારતમાં નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાની પણ અટકાયત કરવામાં આવી હતી. Previous Post Next Post