દિલ્હીમાં AQI ૬૭૨ને પાર થતાં કડક પ્રતિબંધો લાગુ Nov 07, 2026 નવી દિલ્હી,પાકિસ્તાનથી ફેલાયેલા પ્રદૂષણ અને પરાળીના ધુમાડાથી સ્વાસ્થ્ય પર ગંભીર જોખમદિલ્હી તથા નોઈડામાં હવાની ગુણવત્તા (AQI) રેકોર્ડબ્રેક ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે, જેમાં નોઈડામાં AQI ૭૭૩ અને દિલ્હીના વિવેક વિહાર, આનંદ વિહાર તેમજ રવીન્દ્ર નગર જેવા વિસ્તારોમાં AQI ૬૭૨ ને વટાવી ગયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મોટા પ્રમાણમાં પરાળી સળગાવવાથી પેદા થયેલો ઝેરી ધુમાડો દિલ્હી સુધી પહોંચતા વાતાવરણમાં પ્રદૂષણનો બોમ્બ ફૂટ્યો છે, જેના કારણે દિલ્હીવાસીઓનું સરેરાશ આયુષ્ય ઘટવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સુપ્રીમ કોર્ટે આ મામેલે સુઓમોટો નોંધ લઈ કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં કારખાનાઓ, તમામ પ્રકારના કન્સ્ટ્રક્શન અને ખોદકામ તેમજ ડીઝલ-પેટ્રોલના ભારે લોડિંગ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધો અને નિયંત્રણો લાદવામાં આવ્યા છે. Previous Post Next Post