સાત રાજ્યોમાં મતદાર યાદીમાંથી બાકાત રહી ગયેલા લોકો માટે વિશેષ ઝુંબેશ

સાત રાજ્યોમાં મતદાર યાદીમાંથી બાકાત રહી ગયેલા લોકો માટે વિશેષ ઝુંબેશ

નવી દિલ્હી,

દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં BLO ઘર-ઘર સંપર્ક કરીને ફોર્મ ભરાવશે

દેશના ૭ રાજ્યોમાં હાલ ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ પુનરીક્ષણ પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રહી ગયેલા પાત્ર નાગરિકો માટે પંચે નવું વિશેષ ફોર્મ જાહેર કરી ફરીથી નામ નોંધાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે.

આ સત્તાવાર નિર્દેશ દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ માટે જારી કરવામાં આવ્યા છે. પંચની સૂચના મુજબ, સંબંધિત ક્ષેત્રના બૂથ લેવલ ઓફિસર એવા તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરશે જેમના નામ યાદીમાંથી બાદ થયા છે અને તેમને જરૂરી ફોર્મ ભરાવી ફરીથી નામ ઉમેરાવવામાં સંપૂર્ણ મદદ કરશે. આ ઉપરાંત, સ્થાનિક પોલિંગ બૂથો પર પણ બાકાત થયેલા લોકોની યાદી જાહેર કરવામાં આવશે જેથી નાગરિકો ચકાસણી કરી શકે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો