રેસકોર્સના લોકમેળામાં રમકડાંના સ્ટોલ કરતા રાઇડ્સના પ્લોટમાં લાવ..લાવ...!

રેસકોર્સના લોકમેળામાં રમકડાંના સ્ટોલ કરતા રાઇડ્સના પ્લોટમાં લાવ..લાવ...!

રાજકોટ ,

ચકરડી અને ખાણીપીણીના પ્લોટ માટે ભારે પડાપડી અને હરીફાઈ

રાજકોટમાં પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ વર્ષે અરજદારો અને ધંધાર્થીઓની પસંદગીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મેળામાં વેપાર કરવા માટે ઉત્સુક અરજદારોનો રમકડાંના સ્ટોલ તરફનો મોહભંગ થયો છે, જ્યારે તેના બદલે ચકરડી (રાઇડ્સ) અને ખાણીપીણીના પ્લોટ મેળવવા માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ અને પડાપડી જોવા મળી રહી છે.

લોકમેળામાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા રમકડાંના વેપાર માટે આ વર્ષે વેપારીઓ તરફથી અપેક્ષિત પ્રતિસાદ સાંપડ્યો નથી. સ્થિતિ એવી સર્જાઈ છે કે તંત્ર દ્વારા ફાળવવામાં આવતા નિશ્ચિત સ્ટોલ સામે પૂરતી સંખ્યામાં પણ અરજીઓ આવી નથી. જેના કારણે રમકડાંના સ્ટોલ માટે લાંબી હરાજી કે ડ્રો પ્રક્રિયા કરવાના બદલે સીધી ફાળવણી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે, જે વેપારીઓની બદલાતી માનસિકતા દર્શાવે છે.

એક તરફ રમકડાંના વેપાર પ્રત્યે ઉાસીનતા જોવા મળી રહી છે, તો બીજી તરફ નાની-મધ્યમ ચકરડી (યાંત્રિક રાઇડ્સ) અને ખાણીપીણીના સ્ટોલ માટે અરજદારોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને નાની ચકરડીના મર્યાદિત પ્લોટ સામે સેંકડોની સંખ્યામાં અરજીઓ આવતા આ કેટેગરીમાં ભારે હરીફાઈ જામી છે. વેપારીઓનો આ ઝોક સાબિત કરે છે કે લોકમેળામાં ખાણીપીણી અને મનોરંજનના વ્યવસાયમાં નફાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે.

You may also like

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો:  6 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો: 6 લાખ કરોડ સ્વાહા

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો