બેંગ્લુરુમાં કેબ ચાલકે પત્ની અને સાસરા પક્ષના 7 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા

બેંગ્લુરુમાં કેબ ચાલકે પત્ની અને સાસરા પક્ષના 7 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા

બેંગ્લુરુ,

પત્નીના પરિવારની દખલગીરીથી નારાજ થઈ ડ્રાઈવરે આચર્યો નિર્દય નરસંહાર

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં રાજાજીનગર વિસ્તારના બશમ સર્કલ પાસે રહેતા અને વ્યવસાયે કેબ ડ્રાઇવર એવા ઇન્દુશેખરે પોતાની પત્ની સહિત તેના સાસરિયા પક્ષના પરિવારના કુલ 7 સભ્યોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. આ ભયાનક હત્યાકાંડમાં આરોપીએ માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, પરંતુ 7 વર્ષના એક માસૂમ બાળકને પણ મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઇન્દુશેખરના લગ્ન લગભગ 20 વર્ષ પહેલાં સુનીતા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને પત્નીના પરિવારના સભ્યો આ કલેશમાં હસ્તક્ષેપ કરતા હતા. સાસરિયાઓની આ દખલગીરીથી નારાજ થઈને ઇન્દુશેખરે પોતાના જ પરિવારના સભ્યોને ખતમ કરવાનું ઘાતકી પગલું ભર્યું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને હેવાન બનેલા કેબ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો