જમ્મુ-કાશ્મીરમાં 5.1ની તીવ્રતાના ધરતીકંપના આંચકાથી ફફડાટ

જમ્મુ-કાશ્મીરમાં 5.1ની તીવ્રતાના ધરતીકંપના આંચકાથી ફફડાટ

શ્રીનગર / જમ્મુ,

ચીનના શિનજિયાંગ અને લદાખ સરહદ નજીક કેન્દ્રિત રહ્યો ભૂકંપ

જમ્મુ-કાશ્મીર અને લદાખના સીમાવર્તી વિસ્તારોમાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ગભરાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને આંતરરાષ્ટ્રીય ભૂકંપ સંશોધન કેન્દ્રોના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર લદાખ સરહદ નજીક ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં હોવાનું સામે આવ્યું છે, જેના આંચકા જમ્મુ-કાશ્મીર તથા આસપાસના વિસ્તારોમાં તીવ્રપણે અનુભવાયા હતા.
મોડી રાત્રે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ડરના માર્યા પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લા વિસ્તારોમાં દોડી આવ્યા હતા. જોકે, સદભાગ્યે આ આંચકાના કારણે પ્રાથમિક અહેવાલો મુજબ જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો