ભારતના 3 સ્વદેશી AI મોડેલ લોન્ચ: ઇન્ટરનેટ વગર પણ કામ કરશે

ભારતના 3 સ્વદેશી AI મોડેલ લોન્ચ: ઇન્ટરનેટ વગર પણ કામ કરશે

નવી દિલ્હી,

'ધીર 2B' અને 'ધીર 5B'; 'EKA-1' બન્યું દેશનું સૌથી શક્તિશાળી ફાઉન્ડેશન મોડેલ

કેન્દ્ર સરકારના IT મંત્રાલય દ્વારા 'ઇન્ડિયાએઈ મિશન'ના સહયોગથી ત્રણ અત્યાધુનિક અને સંપૂર્ણપણે સ્વદેશી AI મોડેલ સત્તાવાર રીતે લૉન્ચ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં IT મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન દ્વારા આ મોડેલોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતીય ભાષાઓ અને સ્થાનિક વેપારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ ત્રણેય AI ટૂલ્સ વિદેશી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

નવા લૉન્ચ કરાયેલા મોડેલોમાં 'EKA-1' સૌથી મોટું અને શક્તિશાળી ફાઉન્ડેશન મોડેલ છે, જેને બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ 'સોકેટ લેબ્સ' દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ મોડેલ 26.3 અબજ પેરામીટર્સ પર આધારિત છે અને તે અંગ્રેજી ઉપરાંત ભારતની તમામ 22 અનુસૂચિત ભાષાઓને સપોર્ટ કરે છે. તે એડવાન્સ્ડ મેથ્સ, સોફ્ટવેર પ્રોગ્રામિંગ, તાર્કિક વિશ્લેષણ તથા બેન્કિંગ અને સાયબર સુરક્ષા જેવા જટિલ કાર્યો પાર પાડવા માટે સક્ષમ છે.

આ ઉપરાંત, અન્ય બે કોમ્પેક્ટ મોડેલ્સ 'ધીર 2B' અને 'ધીર 5B' ને 'જેન્ટેઈક્યુ' કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને મોડેલોની સૌથી મોટી અને ક્રાંતિકારી વિશેષતા એ છે કે તેને ચલાવવા માટે મોટા ક્લાઉડ સર્વર કે હાઇ-સ્પીડ ઇન્ટરનેટની જરૂર નથી પડતી. યુઝર્સ તેને પોતાના સ્માર્ટફોન કે લેપટોપમાં ડાઉનલોડ કરીને ઇન્ટરનેટ કનેક્શન વગર પણ સરળતાથી વાપરી શકે છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો