ભારતમાં UPI પેમેન્ટ ક્યારેય કાયમ માટે ફ્રી રહેશે નહીં: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની ચોખવટ

ભારતમાં UPI પેમેન્ટ ક્યારેય કાયમ માટે ફ્રી રહેશે નહીં: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની ચોખવટ

નવી દિલ્હી,

વેપારીઓને 'શૂન્ય MDR' ની કાયમી વ્યવસ્થાનું કોઈ સત્તાવાર આશ્વાસન અપાયું નહોતું

દેશભરમાં અત્યંત લોકપ્રિય બનેલા યુપીઆઈ પેમેન્ટની ફ્રી સેવાને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે વેપારીઓને ક્યારેય પણ 'શૂન્ય MDR' (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ની કાયમી વ્યવસ્થા કે યુપીઆઈ હંમેશા માટે મફત રહેશે તેવું કોઈ સત્તાવાર આશ્વાસન આપવામાં આવ્યું નહોતું. 

વકીલ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એમડીઆરની સંશોધિત વ્યવસ્થા વેપારીઓના વ્યવસાય કરવાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતી નથી, કારણ કે બંધારણ એ વાતની કોઈ ગેરંટી નથી આપતું કે વેપાર સાથે જોડાયેલી સુવિધાઓ હંમેશા મફત જ મળશે.
સરકારે જણાવ્યું હતું કે શૂન્ય MDR ની વ્યવસ્થાને કારણે અત્યાર સુધી નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25 વચ્ચે બેન્કોને ₹8,730 કરોડની સબસિડી અપાઈ છે, પરંતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે એક કાયમી નાણાકીય મોડેલ જરૂરી છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો