રૂ. બે હજારથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર પાંચથી લઈને રૂ.300નો ચાર્જ Sep 16, 2026 નવી દિલ્હી,આ ચાર્જ ગ્રાહકોએ નહી પણ વેપારીઓ અને ધંધાર્થીઓએ ચૂકવવો પડશેદેશના અર્થતંત્રને ડિજિટલ ઈકોનોમી બનાવવા માટે શરૂ કરાયેલા યુપીઆઈ પેમેન્ટને છ વર્ષ સુધી મફત રાખ્યા પછી અંતે કેન્દ્ર સરકારે મંગળવારે યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ હવે વેપારીઓને રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા ટ્રાન્ઝેક્શન ફી લાગુ પડશે. જોકે, સરકારે રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ફિક્સ કર્યો છે. માસિક રૂ. ૧ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ ૧૫ ઓક્ટોબર આ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વ્યક્તિથી વ્યક્તિ થતા યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં પડે તેમજ માસિક રૂ. ૧ લાખથી ઓછી આવકવાળા નાના વેપારીઓએ પણ આ ચાર્જ ચૂકવવો નહીં પડે.એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ હવે રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા એમડીઆર ચૂકવવાના રહેશે. એટલે કે વેપારીઓએ રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ ગ્રાહકથી વેપારીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે.નાણાં સચિવે જણાવ્યું કે, યુપીઆઈ મારફત પેમેન્ટ માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. એમડીઆર વેપારીઓની પેમેન્ટ ઈકોસિસ્ટમ પર લાગુ થતો ચાર્જ છે. તેનાથી સામાન્ય માણસ પર કોઈ અસર નહીં પડે. વ્યક્તિથી વ્યક્તિના યુપીઆઈ પેમેન્ટ પર અમર્યાદિત રકમ પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય, તેમાં કોઈ માસિક ક્વોટા પણ નથી.રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવનારો એમડીઆર ચાર્જ યુપીઆઈ પેમેન્ટ સુવિધા પૂરી પાડતી બેન્કો અને એપ પ્રોવાઈડર્સ વચ્ચે વહેંચવામાં આવશે. આ આવકથી બેન્કો અને યુપીઆઈ એપના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી, ઈનોવેશન, સાયબર સિક્યોરિટી અને કસ્ટમર સર્વિસમાં રોકાણ કરાશે. એમડીઆર ચાર્જીસથી યુપીઆઈ એપ અને બેન્કોને વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં રૂ. ૨૨,૦૦૦ કરોડની આવક થશે.આ માહિતથી જાણો સિસ્ટમ કેવી રીતે કામ કરશે?યુપીઆઈ એપ પ્લેટફોર્મ કે છુપા ચાર્જ વસૂલી શકશે નહીંરેલવે, ટેલિકોમ, વીમો, ફ્યુઅલ સેક્ટર્સ જેવા આવશ્યક સેક્ટર્સમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન ફ્લેટ રૂ. ૫ એમડીઆર લાગુ પડશે.મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક બ્રોકર્સને પેમેન્ટ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન ૦.૦૨ ટકા એમડીઆર લાગુ પડશે, જેમાં મહત્તમ રૂ. ૩૦૦થી વધુ વસૂલી શકાશે નહીં.યુપીઆઈ એપ ગ્રાહકો કે વેપારીઓ પાસેથી પ્લેટફોર્મ ચાર્જ કે છુપા ચાર્જીસ વસૂલી શકશે નહીં.વેપારીઓ યુપીઆઈ પેમેન્ટ્સ માટે એમડીઆર ચાર્જનો બોજ ગ્રાહકો પર ના નાંખે તેની ખાતરી કરવાનું કામ બેન્કોને સોંપાયું.નવા નિયમો હેઠળ ક્યુઆર કોડ મારફત માસિક રૂ. ૧ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને કોઈ એમડીઆર લાગુ નહી પડે.રૂ. ૭૫,૦૦૦થી વધુના કોઈપણ યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦થી વધુ એમડીઆર વસૂલી શકાશે નહીં.વેપારીએ રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા લેખે અંદાજે રૂ. ૮, રૂ. ૩,૦૦૦ની ખરીદી પર રૂ. ૧૨ તેની એક્વાયર બેન્કને ચૂકવવા પડશે.એમડીઆર વ્યવસ્થાની અસર દેશના માત્ર ચાર ટકા વેપારીઓ પર પડશે.કુલ એમડીઆર કલેક્શનના પાંચ ટકા ભંડોળ નાના વેપારીઓ દ્વારા યુપીઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખર્ચાશે. Previous Post Next Post