હોર્સ ટ્રેડિંગના ભયથી ભાજપ સહિત તમામ પાર્ટીએ ગોઠવ્યો તખ્તો

હોર્સ ટ્રેડિંગના ભયથી ભાજપ સહિત તમામ પાર્ટીએ ગોઠવ્યો તખ્તો

જયપુર,

રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 હજાર વિજેતાઓ હોટલો- રિસોર્ટમાં બંધ

રાજસ્થાનમાં મ્યુનિ. કોર્પોરેશન, નગર પંચાયતની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ હવે હોર્સ ટ્રેડિંગના મામલા સામે આવી રહ્યા છે. એવામાં આશરે ૧૦ હજાર જેટલા વિજેતા ઉમેદવારોને હાલ હોટેલો અને રિસોર્ટમાં બંધ રખાયા છે. જ્યારે કેટલાક ઉમેદવારને તો માત્ર એક જ મત મળ્યો છે તેની પણ હાલ ભારે ચર્ચા ચાલી રહી છે.

માત્ર એક મતથી જીતેલા ઉમેદવારોની પણ ભારે ચર્ચા 

રાજસ્થાનના અજમેર, અલવર, ભરતપુર, બિકાનેર, જયપુર, જોધપુર, કોટા, પાલી, ઉદયપુર સહિતના કોર્પોરેશનમાં ચૂંટણીઓ યોજાઇ હતી. ચૂંટણી પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદથી જ કોંગ્રેસ, ભાજપ, અપક્ષ સહિતના આશરે દસ હજાર કરતા વધુ વિજેતા ઉમેદવારો કે કાઉન્સેલર્સ વિવિધ હોટેલો અને રિસોર્ટમાં અલગ અલગ જગ્યાએ બંધ છે. જનતાએ આ નેતાઓ પર ભરોસો કરીને તેમને મત આપ્યા છે જોકે ભાજપ, કોંગ્રેસને પોતાના જ આ નેતાઓ પર ભરોલો નથી તેથી તેમને અન્ય જગ્યાએ લઇ જવામાં આવ્યા છે.

પરિસ્થિતિ એટલી કફોડી છે કે જેવી ચૂંટણી પૂર્ણ થઇ અને પરિણામો જાહેર થયા કે તે સાથે જ વિજેતા ઉમેદવારોના મોબાઇલ લઇ લેવામાં આવ્યા અને તેમને સીધા હોટેલ કે રિસોર્ટમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં કાઉન્ટિંગ બાદ તેમને વિજેતા જાહેર થયાનું સર્ટિફિકેટ લેવા માટે પણ નહોતા જવા દેવાયા. એજન્ટો દ્વારા આ સર્ટિફિકેટ લેવામા આવ્યા હતા.

ભાજપના એક ઉમેદવારને માત્ર એક જ વોટ મળ્યો!

રાજસ્થાનમાં હાલ ભાજપની સરકાર છે એવામાં આ ચૂંટણીમાં એક બેઠકના પરિણામ ભારે ચર્ચામાં છે કેમ કે ભાજપના એક ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો છે. ડીડવાના-કુચામન જિલ્લાના પરબતસર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ના ભાજપના ઉમેદવાર કૈલાશચંદને માત્ર એક જ મત મળ્યો છે. આ પરબતસર નગરપાલિકામાં કુલ ૨૫ વોર્ડ છે જેમાંથી કોંગ્રેસે ૧૩ વોર્ડ જીતીને બહુમત મેળવી હતી. એવી જ રીતે નાગોર જિલ્લાના રિયાંબાડી નગરપાલિકામાં વોર્ડ ૧૫થી કોંગ્રેસના ઉમેદવાર મઝીદ મોહમ્મદને પણ માત્ર એક જ મત મળ્યો હતો.

માતાએ મૃત્યુ પહેલા પુત્રને મત આપ્યો, એક મતથી જીત થઇ

રાજસ્થાનના નદબઇ નગર પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જગદીશ પ્રસાદ માત્ર એક મતથી વિજેતા બન્યા હતા, જોકે આ એક મત બીજા કોઇ વ્યક્તિનો નહીં પણ તેમની માતાનો જ હતો, આશ્ચર્યની વાત એ છે કે માતાએ મત આપ્યો તેના બીજા જ દિવસે મૃત્યુ પામ્યા હતા. આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા તેઓ પોતાના પુત્રને વિજેતા બનાવતા ગયા. આ ઘટનાએ સ્થાનિક મતદારોને તેમજ ભાજપના ઉમેદવારને હરાવીને વિજેતા બનેલા જગદીશ પ્રસાદને ભાવુક કરી દીધા હતા.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'