રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાની કાળા કાચ વાળી અને નંબર પ્લેટ વગરની  કાર થી વિવાદ

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાની કાળા કાચ વાળી અને નંબર પ્લેટ વગરની કાર થી વિવાદ

રાજકોટ,

રાજકોટમાં નંબર પ્લેટ વગર વાહનો ચલાવવાનો ક્રેઝ હવે નહી ચાલે: ટ્રાફિક ડીસીપી જાડેજા


રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ છેલ્લા બે દિવસથી ભાજપના નેતાઓના વિડીયો સામે આવી રહ્યા છે જેમાં નંબર પ્લેટ વગર વાહનોમાં તે સવાર થઇ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલે મહિલા કોર્પોરેટરના નંબર પ્લેટ વગરના વાહનમાં સવાર થતા ધારાસભ્યનો વિડીયો વાયરલ થતા પોલીસ દંડાત્મક કાર્યવાહી કર્યા બાદ આજે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાનો કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ફોર્ર્ચ્યુનરમાં સવાર થઇ જતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરી કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખની છે કે છેલ્લા એક મહિનામાં ટ્રાફિક પોલીસ 800 જેટલા નંબર પ્લેટ વગરના વાહનો ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે નાગદાનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, નંબર પ્લેટ રાખવી જ જોઈતી મારી ગાડીનો અક્સમાત થયો હતો જેના કારણે નામ પ્લેટ નીકળી ગઈ છે. કાળા કાચ હું નથી રાખતો જો કે આ હાસ્યાસ્પદ ખુલાસા પછી ટ્રાફિક પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કારના કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા અને નંબર પ્લેટ ન હોવાના કારણે દંડ વસૂલાત કરી નંબર પ્લેટ ફિટ કરાવદાવી હતી.


ટ્રાફિક ડીસીપી હરપાલસિંઘ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં નંબર પ્લેટ વગર વાહનો ચલાવવાનો લોકોમાં કેઝ છે જેની સામે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં 800થી વાહનો નંબર પ્લેટ વગરના ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા છે. સામાન્ય પબ્લિક હોય પોલીસ હોય કે રાજકીય નેતા તમામ સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આગળ પાછળ બન્ને નંબર પ્લેટ નહિ હોય તો ડિટેઇન કરવામાં આવશે અને કોઈ એક નંબર પ્લેટ નહિ હોય તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા એક માહનામા 800થી વાહનાં નંબર પ્લેટ વગરના ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા છે. સામાન્ય પબ્લિક હોય પોલીસ હોય કે રાજકીય નેતા તમામ સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આગળ પાછળ બન્ને નંબર પ્લેટ નહિ હોય તો ડિટેઇન કરવામાં આવશે અને કોઈ એક નંબર પ્લેટ નહિ હોય તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન