માનવજાતને લડવા માટે પૃથ્વી પણ ઓછી પડે છે, અમેરિકાએ અંતરિક્ષમાં પણ ખતરનાક શસ્ત્રો તૈનાત કર્યા Sep 16, 2026 નવીદિલ્હી ,યુ.એસ.નાં શસ્ત્રો ધરતી પર પણ હુમલા કરી શકે છેમાનવજાતને લડવા માટે પૃથ્વી પણ ઓછી પડે છે. અમેરિકી સ્પેસ-ફોર્સે કહ્યું કે તેણે અંતરિક્ષમાં શસ્ત્રો તૈનાત કર્યાં છે. આ રીતે અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું કે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં શસ્ત્રો તૈનાત કરવાની તેની પાસે ક્ષમતા છે. અમેરિકા પાસે ઓર્બિટ (ભ્રમણ કક્ષા)માં એવાં સ્પેસ કન્ટ્રોલ શસ્ત્રો છે કે જે શત્રુઓની કાર્યવાહી સામે જોઈન્ટ-ફોર્સની રક્ષા કરી શકે છે. જો કે તે નિવેદનમાં તેથી વધુ માહિતી આપવામાં આવી નથી.આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સ્પેસ કન્ટ્રોલમાં તે મિશન સામેલ છે. કે જે સ્પેસ-ડોમેનમાં પડકાર આપવા માટે અને તેની ઉપર કંટ્રોલ રાખવા માટે જરૂરી છે. તેમાં શત્રુની ક્ષમતાઓને પ્રભાવિત કરવા માટે તે ક્ષમતાનો ઉપયોગ, બચાવ તેમજ આક્રમણ તેમ બંને માટે કરી શકાય તેમ છે.આ યુએસ એજન્સી વધુમાં કહે છે કે અત્યારે રશિયા અને ચાયના તેનાં આ ક્ષેત્રમાં સૌથી મોટાં સ્પર્ધકો છે. આ બંને દેશો અમેરિકાનાં હિતો માટે સંભવિત ખતરારૂપ બની શકે તેમ છે. ચીને પોતાનાં સૈન્યનું આધુનિકીકરણ હાથ ધર્યું છે, અને સ્પેસ તથા કાઉન્ટર-સ્પેસ ક્ષમતાઓને વિકસાવી રહ્યું છે. તેમજ સંચાલિત કરી રહ્યું છે. જ્યારે રશિયા તો અંતરિક્ષને 'યુદ્ધ-મેદાન' જ માને છે, અને કહે છે કે ભવિષ્યના સંઘર્ષમાં અંતરિક્ષ પરનું વર્ચસ્વ નિર્ણાયક બની રહેશે. અંતરિક્ષ હવે 'યુદ્ધ-ભૂમિ' બની રહ્યું છેઅંતરિક્ષનું સૈન્યીકરણ તેટલું જૂનું છે જેટલી તેની અંતરિક્ષ દોડ જૂની છે. ૧૯૫૭ માં રશિયાએ વિશ્વનો સૌથી પહેલો માનવ-સર્જિત ઉપગ્રહ 'સ્પુતનિક' લોન્ચ કર્યો. ત્યારથી રશિયા અને યુ.એસ. સેટેલાઈટને શસ્ત્ર કરવા તથા અન્યના ઉપગ્રહોને નષ્ટ કરવાના માર્ગો શોધવાનું શરૂ કરી દીધું હતું. સૌથી મોટી ચિંતા તો અંતરિક્ષમાં પરમાણુ શસ્ત્રો અંગે હતી. આખરે બંને સુપર-પાવર્સે આઉટર સ્પેસ ટ્રીટી નામક કરારો કર્યા. તેમાં વ્યાપક વિનાશ કરી શકે તેવાં શસ્ત્રો સ્પેસમાં રાખવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. છતાં યુ.એસ. રશિયા અને ચાયના પણ તે કરારોની મર્યાદા તોડી અંતરિક્ષનો યુદ્ધ મેદાન તરીકે ઉપયોગ શરૂ કરવા વિચારી રહ્યા હતા. તેમાં સ્પર્ધકોના સેટેલાઈટસ દ્વારા સૈન્યોની વ્યવસ્થા, જાસૂસી તથા નેવિગેશન માટે ઉપયોગ કરવાનું શરૂ કરાયું. ઉપરાંત દુશ્મન દેશના સેટેલાઈટ્સ ઉપર પોતાના સેટેલાઈટથી કે અન્ય રીતે પ્રહાર કરી તે કૃત્રિમ ઉપગ્રહને ખતમ કરવાની કે તેને પંગુ કરવાની ગતિવિધિઓ સમાવિષ્ટ છે. વિશ્લેષકો સખેદ કહે છે કે માનવ જાતને લડવા માટે હવે પૃથ્વી ઓછી પડે છે. તેથી અંતરિક્ષમાં યુદ્ધ લઈ જવાય છે. Previous Post Next Post