વર્ષ 2027નું સરકારી કેલેન્ડર સાથે રજાઓનું લિસ્ટ જાહેર

વર્ષ 2027નું સરકારી કેલેન્ડર સાથે રજાઓનું લિસ્ટ જાહેર

ગાંધીનગર,

ગુજરાત સરકાર દ્વારા જાહેર અને વૈકલ્પિક રજાઓની યાદી કરાઈ પ્રસિદ્ધ

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી વર્ષ 2027 દરમિયાન રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર અને મરજિયાત રજાઓનું સત્તાવાર કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ વર્ષ 2027 દરમિયાન મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, ધૂળેટી, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, સ્વાતંત્ર્ય દિવસ, જન્માષ્ટમી, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી અને નૂતન વર્ષ સહિતના મુખ્ય રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારો પર જાહેર રજા રહેશે.

આ ઉપરાંત મરજિયાત (વૈકલ્પિક) રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં ભગવાન પરશુરામ જયંતિ, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ જેવા વિશેષ દિવસોનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ જાહેર રજા મહિનાના બીજા કે ચોથા શનિવારે કે પછી રવિવારના દિવસે આવશે તો તેના બદલામાં વધારાની રજા આપવામાં આવશે નહીં, તેમજ મુસ્લિમ સમુદાયના તહેવારોની રજાઓ ચંદ્રના દર્શન પર આધારિત રહેશે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો