ખાંડમાં કિલો દીઠ રૂા. ૪ના વધારા સાથે છૂટક બજારમાં ભાવ રૂા. ૫૯.૫૦ પર પહોંચ્યા Nov 05, 2026 અમદાવાદ,દિવાળી પર જ ખાંડના ભાવ વધતા મીઠાઈઓ કડવી બનીરાજ્યભરમાં દિવાળીના પર્વ ટાણે જ ખાંડના ભાવમાં કિલો દીઠ રૂા. ૪નો વધારો નોંધાયો છે, જેના કારણે તહેવારોની ઉજવણીનો ઉત્સાહ થોડો ફિક્કો પડ્યો છે. બજારમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ વધીને હવે રૂા. ૫૯.૫૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં જ ખાંડના ભાવમાં કુલ રૂા. ૧૨ થી ૧૩ સુધીનો જંગી વધારો થઈ ચૂક્યો છે.ખાંડના ભાવમાં થયેલા આ અચાનક અને ભારે ઉછાળાને કારણે તેની સીધી અસર મીઠાઈઓના બજાર પર જોવા મળી રહી છે. મીઠાઈ અને નાસ્તાના ઉત્પાદનમાં ખાંડ મુખ્ય ઘટક હોવાથી મીઠાઈઓના ભાવમાં પણ મોટો વધારો થયો છે. Previous Post Next Post