ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો

ગાંધીનગર,

મની લોન્ડ્રિંગ કેસમાં અસલી પાસપોર્ટ કોર્ટમાં જમા હોવાથી નકલી પાસપોર્ટ બનાવ્યો

ગુજરાત ATSએ નકલી પાસપોર્ટના કેસમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. ATSને મળેલી બાતમીના આધારે હરિકેશ પટેલને અમદાવાદના સાયન્સ સિટી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 2023ના મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.

ATS મુજબ, હરિકેશ પટેલનો મૂળ પાસપોર્ટ મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા હતો. આ દરમિયાન તેણે અન્ય રાજ્યમાંથી નકલી દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો આરોપ છે. આરોપીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ કરી હતી. ત્યારબાદ આગ્રામાં ભાડે રહેતો હોવાનો રેન્ટ એગ્રીમેન્ટ રજૂ કરી ગાઝિયાબાદ RPOમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી અને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ATSની પૂછપરછમાં આરોપીએ દુબઈમાં રહેતા મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે. આ માટે રૂ.25 લાખ ચૂકવ્યા હોવાનો પણ પોલીસનો દાવો છે. નવા પાસપોર્ટના આધારે આરોપી ભૂતાન અને નેપાળ ઉપરાંત બેંગકોક, દુબઈ અને સિંગાપોર સહિતના દેશોમાં પ્રવાસ કરતો હતો.

તપાસમાં આરોપી સામે અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીના નામે અનેક કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. કેટલીક કંપનીઓનો ઉપયોગ કથિત ફ્રોડ માટે થયો હોવાની આશંકા છે. સમગ્ર મામલે ATS વધુ તપાસ કરી રહી છે અને EDને પણ જાણ કરવામાં આવી છે.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'