ગુજરાત એક્સપ્રેસ સહિત 3 ટ્રેનોમાં જૂના કોચ હટાવી નવા LHB કોચ લાગશે

ગુજરાત એક્સપ્રેસ સહિત 3 ટ્રેનોમાં જૂના કોચ હટાવી નવા LHB કોચ લાગશે

અમદાવાદ, 

અકસ્માત વખતે કોચ એકબીજા પર ચડશે નહીં કે પલ્ટી નહીં જાય

અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ વચ્ચે દરરોજ હજારો નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. મુસાફરી દરમિયાન પેસેન્જરોની સલામતી હંમેશા ચિંતાનો વિષય રહેતી હોય છે. એવામાં હવે રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા જૂના ICF કોચ સાથે દોડતી પરંપરાગત ટ્રેનોને તબક્કાવાર આધુનિક LHB કોચમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને શહેરની 3 મુખ્ય અને લોકપ્રિય ટ્રેનોને LHB રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે.

જેમાં ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ (અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ), ગુજરાત ક્વીન: અમદાવાદ – વલસાડ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ: અમદાવાદ – વડોદરા નો સમાવેશ થાય છે. પરંપરાગત ICF કોચની સરખામણીએ LHB કોચ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આ કોચમાં ખાસ 'એન્ટિ-ટેલિસ્કોપિક' ટેક્નોલોજી હોય છે. પરિણામે, કોઈ કટોકટી કે અકસ્માતની સ્થિતિ સર્જાય તો પણ કોચ પાટા પરથી પલટી જતાં નથી કે એકબીજાના ડબ્બાની અંદર ઘૂસી જતા નથી. આ ડિઝાઇન પેસેન્જરોને ગંભીર ઇજાઓથી સુરક્ષિત રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.

નવા LHB કોચ અત્યાધુનિક ડિસ્ક બ્રેક સિસ્ટમથી સજ્જ હોય છે. આ આધુનિક બ્રેકિંગ સિસ્ટમને કારણે ટ્રેન જ્યારે હાઇ-સ્પીડમાં દોડતી હોય, ત્યારે પણ ઇમરજન્સીમાં તેને ખૂબ જ ટૂંકા અંતરે અને સુરક્ષિત રીતે નિયંત્રિત કરી શકાય છે. જૂના કોચમાં મુસાફરી દરમિયાન અનુભવાતા અવાજ અને ધ્રુજારીથી હવે મુસાફરોને મુક્તિ મળશે. LHB કોચમાં ઉચ્ચ કક્ષાની આધુનિક સસ્પેન્શન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, જેના લીધે પ્રવાસ દરમિયાન આંચકા કે ઝટકા ઓછા અનુભવાય છે અને લાંબા અંતરની સફર શાંત તેમજ અત્યંત સુગમ બને છે.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'