ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સીઝનનો 10 ટકા વરસાદ છતાં કચ્છમાં હજુ 50 ટકાની ઘટ Sep 16, 2026 અમદાવાદ,19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાઈની શરૂઆત, નવરાત્રિ આસપાસ વાવાઝડાની શક્યતાગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે જ રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 30.20 ઇંચ સાથે સરેરાશ 85 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, હજુ રાજ્યમાં 15 ટકા જેટલી ઘટ છે અને 16 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.મંગળવારે રાજ્યના 100 જેટલા તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં કચ્છના માંડવીમાં બે કલાકમાં પાંચ ઇંચ સહિત સરેરાશ 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ માંડવીમાં સિઝનનો સરેરાશ વરસાદ 20 ટકા થયો છે. અન્યત્ર કચ્છના જ અબડાસામાં 2.15, મુન્દ્રામાં 1.60 જ્યારે નખત્રાણા અને ભુજમાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. કચ્છમાં હજુ સુધી સિઝનનો સરેરાશ 48.62 ટકા વરસાદ નોંધાયો છે અને આ પૈકી 19 ટકા જેટલો વરસાદ તો છેલ્લા ચાર દિવસમાં જ નોંધાયો છે.ગુજરાતમાં 19 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય શરૂ થશે. નૈઋત્યનું ચોમાસુ કેરળથી પ્રવેશે છે અને કચ્છ-રાજસ્થાનથી વિદાય લેતું હોય છે. હાલ કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે, ત્યારે રાજસ્થાનના પશ્ચિમ ભાગથી ચોમાસાની વિદાય ચાર દિવસ બાદ શરૂ થશે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટશે અને તે સાથે જ અલ નીનોની અસર તળે ભાદરવી તડકો શરૂ થશે. અલબત્ત, અરબી સમુદ્રમાં ઓક્ટોબરમાં વાવાઝોડાની ભારે વરસાદ લાવતી સિસ્ટમ રચાતી હોય છે, જે આ વખતે પણ શક્ય છે. જો તેમ થાય તો નવરાત્રિ આસપાસ ફરી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. Previous Post Next Post