પવિત્ર મક્કા શહેર પર હુમલાના પ્રયાસના સાઉદીના આક્ષેપ હુથીએ ફગાવ્યા

પવિત્ર મક્કા શહેર પર હુમલાના પ્રયાસના સાઉદીના આક્ષેપ હુથીએ ફગાવ્યા

નવી દિલ્હી,

પવિત્ર હવાઈ ક્ષેત્રમાં ડ્રોન પ્રવેશતા જ નાશ કરાયો: ઇતિહાસમાં પ્રથમ વખત વાગ્યું એર સ્ટ્રાઇક સાયરન

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરબ અને યમન હવે યુદ્ધના મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, સાઉદી એર ડિફેન્સે સમયસર આ ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટો અકસ્માત ટાળ્યો છે. બીજી તરફ હુથી જૂથે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે.

સાઉદી સંચાલિત ગઠબંધનના પ્રવક્તા તુર્કેઈ અલ-માલિકીના જણાવ્યા અનુસાર, 'રોયલ સાઉદી એર ડિફેન્સ ફોર્સેસ' દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હુથી મિલિશિયા દ્વારા છોડવામાં આવેલું આ દુશ્મન ડ્રોન મક્કા અલ-મુકર્રમાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલા જ તેને આંતરીને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ મક્કા, જેદ્દાહ અને તાઇફ સહિત સાઉદીના પશ્ચિમી કિનારાના ઘણા શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઈતિહાસમાં પહેલીવાર મક્કામાં હવાઈ હુમલા અંગેનું સાયરન વાગ્યું અને એર સ્ટ્રાઈક એલર્ટ આપવામાં આવ્યું હતું. ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામના પવિત્ર સ્થળો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમની 'રેડ લાઇન' છે અને તેની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

હુથી અધિકારીઓએ સાઉદી અરબના આ દાવાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, મુસ્લિમ દેશોના સંગઠન 'ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન' lએ આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. OIC એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મક્કા અને મદીના ક્ષેત્રને નિશાન બનાવવાના પ્રયાસોને 'ધૃણાસ્પદ' ગણાવ્યા છે.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'