કોમનવેલ્થ ગેમ્સમાં ગુલવીર સિંહે ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સમાં ગુલવીર સિંહે ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

નવી દિલ્હી,

ગ્લાસગો ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર લોંગ-ડિસ્ટન્સ રનર ગુલવીર સિંહે પુરુષોની ૧૦,૦૦૦ મીટર દોડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આ સાથે જ ગુલવીર સિંહ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ૧૦,૦૦૦ મીટર દોડમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયા છે, જેણે ભારતીય રમતના ઈતિહાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

ગ્લાસગોના સ્કોટસ્ટાઉન સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક ફાઇનલ રેસમાં ભારે વરસાદ અને ભીના ટ્રેક વચ્ચે રમાયેલી આ ૨૫ લેપની લાંબી રેસમાં ગુલવીરે શરૂઆતથી જ પોતાની માનસિક મજબૂતી અને શિસ્તબદ્ધ રણનીતિનો પરિચય આપ્યો હતો. તેમણે અગ્રણી રનર્સના ગ્રૂપ સાથે તાલ મિલવીને પોતાની ઊર્જા બચાવી રાખી હતી. રેસના અંતિમ ચરણમાં અને છેલ્લા લેપની ઘંટડી વાગતાની સાથે જ ગુલવીરે અદભુત ગતિ અને સ્ટેમિના બતાવીને હરીફો પાછળ છોડી દીધા હતા અને શાનદાર સ્પ્રિન્ટ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ગુલવીરે ૨૭ મિનિટ ૪૯.૭૮ સેકન્ડનો સમય નોંધાવીને આ ઐતિહાસિક સફળતા મેળવી હતી. આ રેસમાં ઓસ્ટ્રેલિયાના કાય રોબિન્સને ૨૭:૪૮.૯૩ ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આઇલ ઓફ મેનના ડેવિડ મુલાર્કીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ખાસ વાત એ રહી કે આ રેસમાં કેન્યા અને યુગાન્ડા જેવા લોંગ-ડિસ્ટન્સ રેસિંગના પરંપરાગત મહાસત્તા ગણાતા દેશો પોડિયમથી બહાર રહ્યા હતા.

You may also like

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો