હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના પેરીમ ટાપુ સુધી પહોંચતા

હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના પેરીમ ટાપુ સુધી પહોંચતા

નવી દિલ્હી,

હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પે વપરાતી ઇસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપ લાઇન સાઉદીએ બંધ કરી

સાઉદી અરબે સતત હુમલાઓ બાદ હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતી પોતાની એકમાત્ર પ્રમુખ ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈનને સાવચેતીનાપગલા રૂપે અસ્થાયી ધોરણે સ્થગિત કરી દીધી છે. આ દરમિયાન, ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના વ્યૂહાત્મક બાબ અલ-મંદેબ સ્ટ્રેટના પેરીમ ટાપુ સુધી પહોંચી ગયા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ઓઈલ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે.

સાઉદી અરબના ઊર્જા મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે રિયાધ અને મદીના ક્ષેત્રોમાં ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર અનેક હુમલા થયા બાદ આ પાઈપલાઈનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ ડ્રોન હુમલાઓ ઈરાક તરફથી આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં ઈરાન સમર્થિત મિલીશિયા સક્રિય છે. જોકે, સાઉદી અરબે હાલ ઈરાકી વડાપ્રધાનના અનુરોધને કારણે કોઈ જવાબી કાર્યવાહી ટાળી છે, પરંતુ પોતાના હિતોની રક્ષા માટે તમામ આવશ્યક પગલાં લેવાનો અધિકાર સુરક્ષિત રાખ્યો છે.

શુક્રવારે ઈરાન સમર્થિત યમનના હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના અત્યંત મહત્ત્વપૂર્ણ એવા બાબ અલ-મંદેબ સ્ટ્રેટના પેરીમ ટાપુ સુધી પહોંચી ગયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વ્યાપક યુદ્ધ વચ્ચે આ વૈશ્વિક દરિયાઈ માર્ગ પર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન એ હોર્મુઝ સ્ટ્રેટ પરનું દબાણ ઘટાડવામાં મોટો ભાગ ભજવતી હતી. આ પાઈપલાઈન બંધ થવાથી અને હુથી વિદ્રોહીઓ દ્વારા દરિયાઈ માર્ગો પર પ્રભુત્વ વધવાથી ખાડી ક્ષેત્રમાંથી થતી ઓઈલ પૂરવઠાની પ્રક્રિયા પર ભારે દબાણ વધ્યું છે. જો હુથી બાબ અલ-મંદેબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે, તો ઈરાનને અમેરિકા સામેના સંઘર્ષમાં મોટી વ્યૂહાત્મક લીડ મળી જશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે.

You may also like

ચાંદીમાં એક જ દિવસમાં રૂ.10 હજારનો કડાકો, સોનું પણ રૂ.2700 ગગડ્યું

ચાંદીમાં એક જ દિવસમાં રૂ.10 હજારનો કડાકો, સોનું પણ રૂ.2700 ગગડ્યું

હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના પેરીમ ટાપુ સુધી પહોંચતા

હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના પેરીમ ટાપુ સુધી પહોંચતા

કોઈ "ચૌદશ"નું વિઘ્ન વચ્ચે નહી આવે તો નવરાત્રિમાં આખી રાત ગરબા: હર્ષ સંઘવી

કોઈ "ચૌદશ"નું વિઘ્ન વચ્ચે નહી આવે તો નવરાત્રિમાં આખી રાત ગરબા: હર્ષ સંઘવી

BRICS સમિટનો પ્રારંભ: પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આજ સાંજે હાઇ-પ્રોફાઇલ બેઠક

BRICS સમિટનો પ્રારંભ: પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આજ સાંજે હાઇ-પ્રોફાઇલ બેઠક