સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે મંદિર નજીકથી ગેરકાયદે બાંધકામો હટાવાયા Aug 19, 2026 ગીર સોમનાથ,કોરિડોરના વિકાસ માટે ખરીદાયેલી મિલકતો પર બુલડોઝરસોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ કોરિડોરના નિર્માણકાર્યને વેગ આપવા માટે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા મોડી રાત્રે એક મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના બુલડોઝરોએ મંદિર નજીક આવેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી.મળતી માહિતી મુજબ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસેની આસપાસના વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટના વિકાસકાર્યો માટે રેવન્યુ વિભાગ દ્વારા અગાઉ આ મિલકતોની ખરીદી કરવામાં આવી હતી. આ મિલકતોનો કબ્જો મેળવવા અને નિર્ધારિત પ્રોજેક્ટને આગળ વધારવા માટે તંત્રએ મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે કાર્યવાહી કરી હતી.આ મેગા ડિમોલિશન દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા એક મસ્જિદ, ચાર દુકાનો અને એક રહેણાંક મકાન એમ કુલ મળીને અનેક બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કાફલાને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલી આ કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. Previous Post Next Post