સુરતના હિતાર્થ એમ. આર્યને રાજકોટ મનપામાં TPOનો વધારાનો ચાર્જ સોંપાયો Aug 19, 2026 રાજકોટ,રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગમાં વ્યાપક ફેરબદલ ગુજરાતના નગર આયોજન અને મુલ્યાંકન ખાતા ગાંધીનગર દ્વારા 10 અધિકારીઓની બદલી/ વધારાના ચાર્જ સોંપણીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરી વિકાસ સત્તા મંડળના હિતાર્થ એમ. આર્યને રાજકોટ મનપાના ટી.પી.ઓ. તરીકે વધારાના હવાલો સોંપવામાં આવ્યો છે.બદલી કે વધારાના ચાર્જ સોંપાયાની જાહેર કરાયેલી યાદી મુજબ વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના સંતકુમાર એમ. પંડયાને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે બદલી, સુરત નગર રચના યોજના એકમ-૧ ના કિરણ આર. સુમરાને બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળનો વધારાનો હવાલો પણ સંભાળવાનો રહેશે. સુરત નગર રચના યોજના એકમ - ર ,ના કૌશિક ડી. પટેલને સુરત નગર રચના યોજના એકમ-૧, સુરતનો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે. અમદાવાદ નગર રચના યોજના એકમ-૨-ના હિરલકુમાર વી. દોરીવાલાનીપ્રવર નગર નિયોજક, લીગલ શાખા, વડી કચેરી, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ભાવિન એમ મેવાડાની વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ માટે બદલી કરાઇ છે.રૂડાના મુકુન્દરાય કોઠિયાને ઔડા અને માંડલ - બેચરાજી સ્પે. આર.ડી.એ.નો વધારાનો હવાલોઆ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળના હિતાર્થ એમ. આર્યને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે વધારાનો હવાલો સોંપાયો છે.બારડોલી શહેરી વિકાસ સત્તામંડળના માનસી એમ અધ્વર્યુંને ધોલેરા સ્પેશ્યલ રીજીયોનલ ડેવલોપમેન્ટ ઓથોરીટી ખાતે બદલી કરાઇ છે.લીગલ શાખા, વડી કચેરી, ગાંધીનગરના વિવેક કે. પારેખને ભાવનગર નગર રચના યોજના એકમ ખાતે મુકાયા છે. જેની સામે હાલ ભાવનગર નગર રચના યોજના માં ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ એન પારગીને પ્રવર નગર નિયોજક-૨, વડી કચેરી. ગાંધીનગર (અધિક મુખ્ય નગર નિયોજક-૨ની જગ્યાને પ્રવર નગર નિયોજક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરીને) મુકાયા છે. આ સિવાય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના મુકુંદરાય બી. કોઠિયાને અમદાવાદ નગર રચના યોજના એકમ-૨ ખાતે મુકાયા છે જેઓએ પ્રવર નગર નિયોજક માંડલ-બેચરાજી સ્પેશીયલરીજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરીટીનો વધારાનો હવાલો પણ સંભાળવાનો રહેશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના પ્રવર નગર નિયોજક, વર્ગ-૧ સંવર્ગના અધિકારીઓની હાલની નિમણૂંકના સ્થળેથી જાહેર હિતમાં બદલીથી/ચાર્જ સોંપણીમાં દર્શાવેલા સ્થળે સંબંધિત અધિકારીને બદલીની જગ્યાએ હાજર થવા તાત્કાલિક ફરજમુક્ત કરવાના રહેશે. ઉપરોક્ત અધિકારીઓની બદલી થવાથી તેઓ જે જગ્યાનો ચાર્જ ધરાવતા હતા તે મુક્ત ગણવાનો રહેશે. આ પ્રકારની તથા અન્ય ખાલી જગ્યાઓ માટે ચાર્જ આપવા અંગેના હુકમો હવે પછી કરવામાં આવશે તેમ ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગસચિવાલય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. Previous Post Next Post