મહારાષ્ટ્ર ભાજપના સૌથી શ્રીમંત ધારાસભ્ય, ઉધોગપતિએ એક દિવસના ભિખારી બની ભિક્ષા માંગી

મહારાષ્ટ્ર ભાજપના સૌથી શ્રીમંત ધારાસભ્ય, ઉધોગપતિએ એક દિવસના ભિખારી બની ભિક્ષા માંગી

મુંબઈ,

ઘાટકોપર પર કોઈ ઓળખી પણ ન શક્યું, જીવનની કડવી વાસ્તવિકતાથી સામનો 

સિક્યોરિટીની ભારે તડક ભડક, મોંઘી ગાડીઓ અને 3383 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય છતાં મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય પરાગ શાહ જ્યારે ફાટેલા કપડાં પહેરેલી હાલતમાં રસ્તા પર હાથ ફેલાવેલી હાલતમાં ભીખ માંગતા ઉભા રહ્યા તો કોઈ તેમને ઓળખી ન શક્યું. જૈન આધ્યાત્મિક ગુરુ નમ્રમુનિની શીખ પર અહંકાર મિટાવવા અને જિંદગીની ફિલસુફી સમજવા માટે ભાજપ ધારાસભ્યે ખુદને એક દિવસ માટે ભિખારી બનાવ્યો હતો. ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય અને દિગ્ગજ રિયલ એસ્ટેટ કારોબારી પરાગ શાહે આ પ્રયોગ માટે ચહેરા પર એવો મેકઅપ કરાવ્યો કે કોઈ તેને ઓળખી ન શકે. ત્યારબાદ તે અનેક કલાકો સુધી ઘાટકોપરની ગલીઓમાં ભીખ માંગતા ફર્યા.

રસ્તાની સાઈડમાં સામાન્ય ભિખારીની જેમ બેઠા અને લોકો પાસેથી મળેલ ભોજન ખાઈને સમય વીતાવ્યો આનો એક વિડીયો સોશિયલ મીડિયામાં આવતા જ તે છવાઈ ગયા. પરાગ શાહે કહ્યું હતું કે, એક અજાણ્યા શખ્સે તેને 20 રૂપિયા આપી કંઈક જમી લેવાનું કહ્યું હતું. પરાગ શાહે જણાવ્યું હતું કે આ અનુભવ આંખ ખોલનારહતો. તેના જણાવ્યા મુજબ જેને મળવા માટે ક્યારેક લાઈનો લાગતી હતી તે જ્યારે ખુદ રસ્તા પર હતો તો લોકો તેને તુચ્છકાર નજરે જોતા હોય છે. વેપારી પરાગ શાહે 2024ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સોગંદનામામાં પોતાની રૂા.3383 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી, જેની સાથે તે રાજ્યના સૌથી અમીર ધારાસભ્ય બન્યા હતા.

You may also like

આર.એમ.ઓ.નું ઉદાસીન વલણ, રાજકોટ સિવિલના નવ નિયુક્ત તબીબોનું દર્દીઓ સાથે ગેરવર્તન

આર.એમ.ઓ.નું ઉદાસીન વલણ, રાજકોટ સિવિલના નવ નિયુક્ત તબીબોનું દર્દીઓ સાથે ગેરવર્તન

રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ

રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ

રાજકોટમાં 'અગ્નિપથ' થીમ પર ત્રિકોણબાગ કા રાજાના દિવ્ય દર્શન

રાજકોટમાં 'અગ્નિપથ' થીમ પર ત્રિકોણબાગ કા રાજાના દિવ્ય દર્શન

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો