રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ Dec 19, 2025 સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, તીખી ચર્ચાઓ અને વારંવારના વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી. પરંતુ સત્રના સમાપન બાદ સામે આવેલી એક તસવીરે રાજકારણના તીખા માહોલ વચ્ચે લોકશાહીની પરિપક્વતા અને સંવાદની સુંદર ઝલક રજૂ કરી. લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી સામે આવેલી આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયનાડથી પ્રથમ વખત સાંસદ બનેલા પ્રિયંકા ગાંધી એકસાથે ‘ચાય પે ચર્ચા’ કરતા નજરે પડ્યા.આ તસવીર માત્ર એક ઔપચારિક બેઠક નહીં પરંતુ ભારતીય સંસદીય લોકશાહીમાં પરંપરા, સૌજન્ય અને સંવાદનું પ્રતીક બની છે. રાજકીય મતભેદો હોવા છતાં સંસદની અંદર પરસ્પર સન્માન અને વાતચીતનું મહત્વ આ દ્રશ્ય દ્વારા સ્પષ્ટ થયું. રાહુલ ગાંધી ગેરહાજર, પ્રિયંકા ગાંધી હાજરઆ બેઠકની સૌથી ચર્ચાસ્પદ વાત એ રહી કે, ચોમાસું સત્રના સમાપન બાદ યોજાયેલી સમાન ચા પાર્ટીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામેલ થયા ન હતા. તે સમયે વિપક્ષે સામૂહિક રીતે આ ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ આ વખતે તેમની બહેન અને વાયનાડની સાંસદ પ્રિયંકા ગાંધીએ હાજરી આપી અને એક રીતે કહીએ તો, રાહુલ ગાંધી દ્વારા તોડવામાં આવેલી પરંપરાને નિભાવી.પ્રિયંકા ગાંધીની હાજરીને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે, આ પગલું વિપક્ષ તરફથી સંવાદના રસ્તા ખુલ્લા રાખવાનો પ્રયાસ દર્શાવે છે, જ્યારે કેટલાક તેને પ્રિયંકા ગાંધીની અલગ રાજકીય શૈલી તરીકે પણ જુએ છે. વિપક્ષના અન્ય દિગ્ગજો પણ હાજરઆ ‘ચાય પે ચર્ચા’માં માત્ર પ્રિયંકા ગાંધી જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, NCP (શરદ પવાર જૂથ)ની સુપ્રિયા સુલે અને CPIના ડી. રાજા જેવા વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યા હતા. તસવીરમાં સત્તાપક્ષ અને વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓ એકસાથે બેઠેલા જોવા મળ્યા, જે સંસદીય પરંપરાની મજબૂતી દર્શાવે છે. રાજનાથ સિંહની બાજુમાં બેઠા પ્રિયંકા ગાંધીઆ બેઠકની બીજી ખાસ વાત પ્રિયંકા ગાંધીની બેઠક વ્યવસ્થા હતી. તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુમાં બેઠા હતા અને તેમની નજીક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. ચા પીતા અને હળવી ચર્ચા કરતા નેતાઓની આ તસવીર રાજકીય વિરોધ વચ્ચે સહઅસ્તિત્વ અને સંવાદની સંસ્કૃતિનું પ્રતિક બની.સામાન્ય રીતે સત્તાપક્ષ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો કડક રહેતા હોય છે, પરંતુ આવી બેઠક એ દર્શાવે છે કે સંસદની અંદર વ્યક્તિગત સ્તરે વાતચીત અને સૌજન્ય હજુ જીવંત છે. ચોમાસું સત્રમાં વિપક્ષનો બહિષ્કારઉલ્લેખનીય છે કે 21 ઓગસ્ટ, 2025ના રોજ ચોમાસું સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પરંપરાગત રીતે ચા પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સહિત વિપક્ષના કોઈપણ નેતાઓ તેમાં હાજર રહ્યા ન હતા. તે સમયે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર ટીકા કરતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં અનેક પ્રતિભાશાળી યુવા નેતાઓ છે, પરંતુ પરિવારની અંદરની અસુરક્ષાને કારણે તેમને આગળ આવવાનો મોકો મળતો નથી.આ નિવેદન બાદ રાજકીય તણાવ વધુ વધ્યો હતો. આવી પૃષ્ઠભૂમિમાં શિયાળુ સત્ર બાદ યોજાયેલી ચા બેઠકમાં પ્રિયંકા ગાંધીની હાજરી રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. ગડકરી અને પ્રિયંકાની હળવી પળોઆ પહેલાં ગુરુવારે પણ સંસદમાં પ્રિયંકા ગાંધી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે હળવી અને સૌજન્યભરી ક્ષણો જોવા મળી હતી. લોકસભામાં પ્રિયંકા ગાંધીએ મજાકિય અંદાજમાં ફરિયાદ કરી હતી કે ગડકરી તેમને મળવાનો સમય નથી આપતા. તેથી જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે તેમનો દરવાજો હંમેશા ખુલ્લો છે અને પ્રશ્નકાળ બાદ મળવા આમંત્રણ આપ્યું હતું. બાદમાં પ્રિયંકા ગાંધી ગડકરીને મળવા ગયા અને તેમણે ભોજન પણ કરાવ્યું. લોકશાહીની પરિપક્વતારાજકીય વિરોધ અને વિચારધારાત્મક મતભેદો હોવા છતાં આવી તસવીરો અને ઘટનાઓ ભારતીય લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે. ‘ચાય પે ચર્ચા’ માત્ર ચાની બેઠક નહીં પરંતુ સંવાદ, સહઅસ્તિત્વ અને સંસદીય સંસ્કૃતિનું પ્રતીક બની છે. શિયાળુ સત્રના અંતે સામે આવેલી આ તસવીર લાંબા સમય સુધી રાજકીય ચર્ચાનો વિષય બની રહેશે. Previous Post Next Post