યુ.પી.માં વરસાદનું એલર્ટ, ઓડિશામાં પૂરનો કહેર અને રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ Aug 29, 2026 નવી દિલ્હી ,રાજસ્થાનના ૧૫ જિલ્લાઓમાં તાપમાન ૩૫ ડિગ્રીને પારદેશભરમાં ચોમાસાની અનિયમિત અને બદલાતી પેટર્નને કારણે હવામાનમાં તીવ્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. રાજ્યના કુલ ૪૭ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.બીજી બાજુ, પૂર્વ ભારતના રાજ્ય ઓડિશામાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ઓડિશામાં સર્જાયેલા પૂરના કારણે અંદાજે ૬૭,૦૦૦ જેટલા લોકો સીધી અસર હેઠળ આવ્યા છે. રાજ્યના કેન્દ્રપારા, ભદ્રક અને જાજપુર સહિતના અનેક જિલ્લાઓમાં પૂરે તારાજી સર્જી છે. આ તરફ રાજસ્થાનના ૧૫ જેટલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે દેશના વિવિધ ભાગોમાં હવામાનની આ વિવિધતા ખેતી અને જનજીવન બંને પર અસર કરી રહી છે. Previous Post Next Post