રાજકોટ મનપામાં રાજકીય ભેદભાવ ભૂલી તમામ 72 કોર્પોરેટરોનું સન્માન Nov 06, 2026 રાજકોટ,દિવાળી નિમિત્તે શાસક અને વિપક્ષના સભ્યોના નામ સાથેના એકસરખા કાર્ડથી અપાઈ શુભકામનાઓરાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસના તમામ મળીને કુલ 72 કોર્પોરેટરોને કોઈપણ પક્ષીય કે રાજકીય ભેદભાવ વગર એક સરખા સન્માન સાથે દિવાળીના શુભકામના કાર્ડ પર નામ લખી તમામને તે કાર્ડ પાઠવવામાં આવ્યા છે.સામાન્ય રીતે રાજકારણમાં સત્તા અને વિપક્ષ વચ્ચેના મતભેદો જગજાહેર હોય છે, પરંતુ આ વખતે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકીય ભેદભાવની દીવાલો તોડી નાખવામાં આવી છે.અગાઉના વર્ષોમાં તહેવારો નિમિત્તે મોકલવામાં આવતા શુભેચ્છા કાર્ડ્સ કે પ્રોટોકોલમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના નગરસેવકો વચ્ચે અલગ-અલગ ભેદભાવ રાખવામાં આવતો હતો. પરંતુ આ વખતે રાજકોટ મનપા તંત્ર દ્વારા તમામ 72 કોર્પોરેટરોને એક સમાન દરજ્જો આપીને દિવાળી કાર્ડ મોકલવામાં આવ્યા છે, જેને લઈને આખો રાજકીય માહોલ સકારાત્મક બન્યો છે. Previous Post Next Post