દિલ્હીમાં ઝેરી પ્રદૂષણ વધતા ભારત-શ્રીલંકા વનડે મેચનું સ્થળ બદલાયું Nov 06, 2026 નવી દિલ્હી,દિલ્હીના બદલે હવે વિશાખાપટ્ટનમમાં રમાશે પ્રથમ મુકાબલોભારત અને શ્રીલંકા વચ્ચે આગામી 13 ડિસેમ્બરના રોજ યોજાનારી પ્રથમ વનડે મેચના આયોજન સ્થળમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં શિયાળા દરમિયાન વધતા ઝેરી પ્રદૂષણ, હવામાનની અનિશ્ચિતતા અને અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહેલા સમારકામને ધ્યાનમાં રાખીને આ મેચ હવે દિલ્હીના બદલે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાડવાનો નિર્ણય લેવાયો છે.દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચ ખસેડવા માટે BCCI ને ખાસ વિનંતી કરવામાં આવી હતી જેનો સ્વીકાર કરીને બોર્ડે મેચ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરી છે, જોકે આ મુથૂટ ફિનકોર્પ વનડે શ્રેણીના પ્રથમ મુકાબલાની તારીખમાં (13 ડિસેમ્બર) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Previous Post Next Post