ભારતમાં હવે 3 દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત

ભારતમાં હવે 3 દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત

નવી દિલ્હી,

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ તેમજ નેપાળ-ભૂતાન સરહદેથી આવતા મુસાફરો માટે નિયમો કડક

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવતા છ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના લોકો માટે હવે ભારતમાં વસવાટ કરવા અર્થે યોગ્ય શ્રેણીનો કાયદેસરનો વિઝા મેળવવો અનિવાર્ય અને ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે.

આ નવા કડક નિયમોની અસર હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના એવા લોકો પર પડશે જેઓ ધાર્મિક પીડન અથવા તેના ભયથી ભારતમાં પ્રવેશ્યા હતા અને જેમની પાસે કાયદેસરના મુસાફરી દસ્તાવેજોનો અભાવ હતો અથવા તો મુદત પૂરી થઈ ગઈ હતી. આ ઉપરાંત, નેપાળ અને ભૂતાનના રસ્તેથી મુસાફરી કરતા નાગરિકો માટે પણ ઓળખકાર્ડ અને પાસપોર્ટના નિયમો વધુ સખત બનાવી દીધા છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો